ધાનેરાની રેફરલ હોÂસ્પટલ નજીવા વરસાદમાં પણ બેટમાં ફેરવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 11:22:27
  • Views : 502
  • Modified Date : 2019-07-05 11:22:27

ધાનેરામાં વર્ષો જુની દાતાઓના સહયોગથી બનાવવામાં આવેલ દવાખાનામાં રેફરલ હોÂસ્પટલ શરૂ કરવામાં આવેલ છે અને જેતે વખતે આ જગ્યા ઉંચાણવાળી હતી. પરંતુ આજે નિચાળવાળી જગ્યા બની જવા પામી છે. જેના કારણે ધાનેરાના ગંદા પાણી આ હોÂસ્પટલના
કંમ્પાઉન્ડમાં ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ જાય છે. જેના કારણે સ્ટાફ તેમજ દર્દીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમજ અંદર પણ પાણી ટપકતું હોવાથી દર્દીઓ પરેશાની ભોગવે છે.
ધાનેરામાં વર્ષો પહેલાં શાહ નાનચંદ ગુલાબચંદ અને તેમના પરિવાર દ્વારા ધાનેરા તાલુકાના લોકોને આરોગ્યની સગવડ મળે તે માટે દવાખાનુ શરૂ કરવામાં આવેલ અને ત્યાર પછી આ દવાખાનાને પ્રાથિમક આરોગ્ય કેન્દ્રમાં ફાળવવામાં આવેલ જેથી દાતાઓએ આ વિશાળ જગ્યા અને બનાવેલ મકાનો સરકારને દવાખાનાના હેતુ માટે સુપરત કરેલ અને સમય જતાં આમાંથી અપગ્રેડ કરીને રેફરલ હોÂસ્પટલ બનાવવામાં આવેલ. જેમાં રોજના ૩૦૦ થી વધારે દર્દીઓ લાભ લઇ રહ્યા છે.
પરંતુ જ્યારે ચોમાસુ આવે ત્યારે આ હોÂસ્પટલના સ્ટાફ તેમજ દર્દીઓના જીવ તાળવે ચોટેલા રહે છે. ૨૦૧૫ તથા ૨૦૧૭ ના પુર સમયે આ હોÂસ્પટલમાં પુરના પાણી  ૭ ફુટ જેટલા ભરાયા હતા અને બન્ને વર્ષે સ્ટાફ તથા દર્દીઓને મહામુશ્કેલીથી બહાર લવાયા હતા. બે પુરના લીધે દિવાલો બેસી જવાના કારણે હોÂસ્પટલના તમામ રૂમોમાં વરસાદ ચાલુ થતાંજ પાણી ટપકવા લાગે છે. જેના કારણે ફરજ પરના સ્ટાફ તેમજ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ધાનેરાને અદ્યતન સુવિધાવાળી નવિન બિલ્ડિંગ આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News