હરિયાણાના મંત્રીએ કહ્યું- ખેડૂત જો ઘરમાં જ રહ્યાં હોત તો મોત ન થાત, 1-2 લાખમાં શું 200 પણ ન મરે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 14:16:09
  • Views : 267
  • Modified Date : 2021-02-14 14:16:09

    કિસાન આંદોલનનો આજે એટલે કે રવિવારે 81મો દિવસ છે. આ વચ્ચે હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે જો ખેડૂત ઘરમાં જ હોત તો તેઓ મોતને ન ભેટ્યા હોત. શું 6 મહિનામાં 200 લોકો પણ ન મરે? ખેડૂતોના મોત તેમની ઈચ્છાથી થયા છે. જો કે બાદમાં દલાલે સ્પષ્ટતા કરી કે તેમનું નિવેદન ફેરવીને રજૂ કરાયું છે.

    દિલ્હીમાં 26 જાન્યુઆરીની હિંસા અને પછી આંદોલન સ્થળો પર થયેલા પથ્થરમારા બાદ કિસાન સંયુક્ત મોરચાએ આંતરિક દેખરેખ વધારી દિધી છે. તેના માટે 150 જેટલાં વોલેન્ટિયર લાકડી અને વોકીટોકીની સાથે અનેક જગ્યાએ તહેનાત છે. તેઓ જ આખો દિવસ ટ્રાફિક વ્યવસ્થા પણ સંભાળે છે.તો બીજી બાજુ ત્રણેય કૃષિ કાયદાની માગને લઈને કુંડલી બોર્ડર પર બેઠેલા ખેડૂત હવે સરકાર પર દબાણ બનાવવા માટે 18 ફેબ્રુઆરીએ દેશભરમાં રેલ રોકો આંદોલન કરશે. એવામાં રેલવે પ્રશાસને સોનીપત રેલવે સ્ટેશન પરિસર અને રેલવે ટ્રેક પર સુરક્ષા વ્યવસ્થા વધારી દિધી છે. બે રિઝર્વ બટાલિયન પણ બોલાવવામાં આવી છે.

    4 કલાક માટે રેલ રોકો આંદોલનને લઈને પણ રણનીતિ બનાવવામાં આવી રહી છે. ધરણાંસ્થળો પર બેઠેલા ખેડૂત આંદોલનને લઈને સરકાર પર દબાણ વધારવા માટે અને તેજ કરવાની રણનીતિઓ બનાવી રહ્યાં છે. અંતિમ નિર્ણય મોરચાની બેઠકમાં થશે કે આંદોલનને કઈ રીતે આગળ વધારવાનું છે. હાલ આહ્વાન કરવામાં આવ્યું છે કે કોઈ પણ કિંમતે આંદોલન સ્થળ પર અશાંતિ ન થાય અને અવરજવર વ્યવસ્થા યોગ્ય રહે.ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે એક વખત ફરી કહ્યું કે કેન્દ્ર સરકારના વિવાદિત કૃષિ કાયદાનો વિરોધ ત્યાં સુધી તેજ થતો રહેશે જ્યાં સુધી ખેડૂતોની માગ નહીં માનવામાં આવે. ટિકૈતે એમ પણ કહ્યું કે ગરમીઓમાં ધરણાં સ્થળો પર ટકી રહેવા માટે ખેડૂતોને AC અને કુલરની જરૂરિયાત રહેશે. એવામાં સરકારે વીજળ કનેક્શન આપવું જોઈએ, નહીંતર અમારે જનરેટર લાવવું પડશે. જે રીતે અમે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, તેવી જ રીતે જનરેટર માટે ડીઝલ પણ ઉપલબ્ધ કરાવી લઈશું.

    શનિવારે મહાત્મા ગાંધીના પૌત્રી તારા ગાંધી ભટ્ટાચાર્યએ ગાજીપુર બોર્ડર પહોંચીને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. તેઓએ ખેડૂતોને કહ્યું કે તમારું આંદોલન ઘણું જ યોગ્ય છે, તે તમારી અડગતાથી જ ખ્યાલ આવે છે. હું સત્યની સાથે છું અને હંમેશા રહિશ.

    કિસાન નેતાઓનો દાવો છે કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચમાં સામેલ 16 ખેડૂતોની હજુ સુધી ભાળ મળી નથી. જ્યારે કે લગભગ 122 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે. સિંધુ બોર્ડર પર મીડિયાથી ચર્ચામાં આવેલા ખેડૂત નેતા કુલદીપ સિંહે લાલ કિલ્લા હિંસાને ષડયંત્ર ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે ચહેરો ઉઘાડો પાડવા માટે સમગ્ર ઘટનાની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના રિટાયર્ડ જજ પાસેથ તપાસ કરાવવી જોઈએ.


Download Our B K News Today App



Related News