ગૃહમાં પ્રસ્તાવ રજૂ કર્યા પછી પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું- સિક્રેટ વોટિંગ થાય, CM ખટ્ટર અને ડે.CMનો દાવો - સ્થિર રહેશે સરકાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 14:34:22
  • Views : 261
  • Modified Date : 2021-03-10 14:34:22

    હરિયાણા વિધાનસભાના બજેટ સત્રમાં બુધવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસે મનોહર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સ્પીકરની મંજૂરી પછી પ્રતિપક્ષ ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ પ્રસ્તાવ પર બોલવાનું શરૂ કર્યું હતું. હુડ્ડાએ દિલ્હી બોર્ડર પર ચાલતા આંદોલનમાં ખેડૂતોના મોત મુદ્દે ભાષણ શરૂ કર્યું હતું. પ્રસ્તાવ રજૂ કરવાની સાથે હુડ્ડાએ માંગણી કરી છે કે, સિક્રેટ વોટિંગ કરાવવામાં આવે.

    આ પહેલાં પોતાના અવિશ્વાસ પ્રસ્તાવમાં પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, 2019માં વોટિંગ પહેલાં લોકોનો વિશ્વાસ જીતવા માટે એક પાર્ટી બીજેપી 75 પાર કરવાનો દાવો કરતી હતી, તો બીજી પાર્ટી જેજેપી યમુના પાર કરવાની વાત કરતી હતી. જોકે વોટિંગમાં જનતાએ બંનેને નકારી દીધા છે. આ અલગ વાત છે કે, કોઈ પણ પાર્ટીને બહુમતી મળી નથી. ત્યારપછી એકબીજાની ગળા કાપ સ્પર્ધા કરનાર પાર્ટીઓ એકબીજાની મિત્ર બની ગઈ હતી.

    બીજી બાજુ મુખ્યમંત્રી મનોહર લાલ, ડેપ્યૂટી મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા અને ગૃહમંત્રી અનિલ વીજે દાવો કર્યો છે કે, આ પ્રસ્તાવ જ પડી જશે, સરકાર નહીં. અમને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. જોકે સત્તા દળની સહયોગી જનનાયક જનતા પાર્ટી (JJP)ના ધારાસભ્યોનું વલણ પણ બદલાયેલું છે. થોડા દિવસો પહેલાં પાર્ટીના ચાર ધારાસભ્યોએ કૃષિ કાયદા વિશે પોતાની રીતે નિવેદનો આપ્યા હતા. તેમાં ટોહના ધારાસભ્ય દેવેન્દ્ર બબલી સહિત ત્રણના સુર બળવાખોરીના હતા. હરિયાણા વિધાનસભામાં સરકાર તરફથી 12 માર્ચે તેમના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરવાનું છે.

    JJP ધારાસભ્ય રામકુમાર ગૌતમે મંગળવારે ગૃહમાં રાજ્યપાલના અભિભાષણની ચર્ચા દરમિયાન કહ્યું કે, ત્રણ કૃષિ કાયદા વિશે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ સરસ કામ કર્યું છે. તેમ છતાં કાયદાને લઈને કોઈ ખેડૂતને મુશ્કેલી આવતી હોય તો ત્રણ વર્ષ અને બે મબિના માટે કાયદાને રોકી લે. 2024ની લોકસભા ચૂંટણી જીત્યા પછી લાગુ કરે. જોકે અવિશ્વાસ પ્રસ્તાવ પર ગૌતમે વોટ આપવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, કૃષિ કાયદો ખટ્ટર સરકારે નથી બનાવ્યો. હું અત્યારે ખટ્ટર સરકાર સાથે છું.

    પાર્ટીના બરવાલાથી ધારાસભ્ય જોગીરામ સિહાગે કહ્યું કે, હરિયાણા સરકાર ન્યૂનતમ સમર્થન મુલ્ય વિશે કાયદો બનાવે. ખેડૂતોનો ભાવ ટેકાના ભાવે ખરીદાવો જોઈએ. સિહાગે આ પહેલાં પણ બળવાખોરી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની માંગણી એકદમ યોગ્ય છે. હું તેમની સાથે ઉભો છું. તેમણે કહ્યું હતું કે, હું ધારાસભ્ય પછી પહેલાં ખેડૂત છું. જરૂર પડશે તો રાજીનામું આપવા પણ તૈયાર છું.

    ટોહનાના ધારાસભ્ય દેવેન્દ્ર બબલીએ વિધાનસભા બહાર મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, જો ધારાસભ્યો તેમના વિસ્કારોમાં રહેશે તો લોકો તેમને મારશે. તેમને લોખંડના હેલમેટ બનાવવા પડશે, ખાસ કરીને જજપા ધારાસભ્યોને. જો ખેડૂતોના મુદ્દાનો ઉકેલ ના આવે તો જજપાએ ગઠબંધનથી બહાર આવી જવું જોઈએ. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા વ્હિપના કારણે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સરકાર સાથે રહીશ. પરંતુ હું ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પાસે માંગણી કરુ છું કે, તેઓ ગઠબંધનથી બહાર આવી જાય.આ પહેલાં વિધાનસભામાં ઈશ્વર સિંહે સરકારની સફળતા ગણાવતા પોતાની વાત શરૂ કરી અને થોડી જ વાર પછી આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે બજેટમાં અનુસુચિત જાતી વર્ગ માટે કુલ ફાળવણીની રકમમાંથી 40 ટકા હિસ્સો જાહેર ના કરવા મામલે સવાલ ઉભા કર્યા હતા.

    અનુસુચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી ડૉ. બનવારી લાલે કહ્યું કે, છેલ્લા બે વર્ષોમાં અનુસુચિત જાતી ઉપ-યોજના અંતર્ગત 14 હજાર 977 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. તેમાંથી વર્ષ 2018-19માં 7367.29 કરોડ અને વર્ષ 2019-20માં 7610.18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

    જવાબથી અસંતુષ્ટ ઈશ્વર સિંહ સતત નાણામંત્રી પાસેથી જવાબ માંગી રહ્યા છે. ત્યારપછી મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે, તેઓ બજેટ પર ચર્ચા દરમિયાન તેનો જવાબ આપશે. ત્યારપછી બીપીએલ પરિવારના પ્લોટ ફાળવણીનો મુદ્દો ઉઠાવીને તેમણે કહ્યું કે, વર્ષ 2008માં છેલ્લી વાર 100 વારના પ્લોટ આપવામાં આવ્યા હતા. તેમાં પણ હકીકતમાં 54 ટકા લોકોને પ્લોટ મળ્યા હતા, જ્યારે બાકીના 46 ટકા લોકોને જમીન પર કબજો ના મળ્યો અથવા પંચાયતે તેમની પાસેથી પરત લઈ લીધા. BPL પરિવારોને પ્લોટ આપવાની યોજના ફરી શરૂ કરવી જોઈએ.

    2019ના ઓક્ટોબરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં 90માં ભારતીય જનતા પાર્ટીને 40 સીટ મલી હતી. 31 ધારાસભ્યોની સાથે કોંગ્રેસ બીજી મોટી પાર્ટી બની હતી. દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીના ખાતામાં 10 સીટ આવી હતી. 7 અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. એક સીટ ઈન્ડિયન નેશનલ લોકદળ આવશે તો એક ગોપાલ કાંડાની હરિયાણા લોકભલાઈ પાર્ટીને મળશે.

    જ્યાકે કૃષિ કાયદાના વિરોધમાં મહમના અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડૂ અને ચરખી દાદરીના એમએલએ સતપાલ સાંગવાન સરકારથી સમર્થન પરત લઈ ચૂક્યા છે. એલનાબાદ સીટથી ધારાસભ્ય ઈનેલો નેતા અભય સિંહ ચૌટાલા પોતાના પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. તે સાથે જ કાલકાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રદીપ ચૌધરીને ત્રણ વર્ષની સજા થયા પછી તેમની વિધાનસભા સભ્યતા રદ કરી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News