મહંત કે.ડી. આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 12:31:28
  • Views : 490
  • Modified Date : 2019-08-17 12:31:28

સંસ્કાર મંડળ રામપુરા સંચાલિત મંહત કે.ડી. આદર્શ હાઈસ્કૂલ રામપુરા તા. ડીસા ખાતે ૭૩માં સ્વતંત્રતા દિનની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બારતની આન-બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપવા માટે વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં ધ્વજવંદન રામપુરા મઠ જાગીરના મહંત પૂ. રૂપપુરીજી મહારાજ (પ્રમુખ, સંસ્કાર મંડળ-રામપુરા)ના વરદહસ્તે યોજાયો હતો.
 આ કાર્યક્રમમાં રામપુરા મઠના કારભારી તથા સંસ્કાર મંડળના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. નિર્મલપુરીજી સ્વામી સંચાલક મંડળના કારોબારી સદસ્ય જગમાલભાઈ દેસાઈ, ગોવાભાઈ કોલા, થાનાજી હરીયાળ ટ્રસ્ટી લક્ષ્મણજી જાટ, જયેશભાઈ દેસાઈ, વીરાજી પટેલ તથા ભરતભાઈ દેસાઈ (સરપંચ ઢેઢાલ), ગિરીશભાઈ દેસાઈ (વરનોડા), માલાભાઈ દેસાઈ (સરપંચ ગોઢા), ઈશ્વરભાઈ દેસાઈ (દામા) ડાહયાજી ઠાકોર (દામા-
ઠાકોરવાસ) વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા.  સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધનના સુભગ સમન્વય પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભÂક્તની સાથે ભારતીય સંસ્કૃતિની વિશેષતા દર્શાવતો અનોખો
સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. જેમાં રાસ-સમૂહનૃત્ય, નૃત્યગીત, એરોબિક કસરત પ્રદર્શન, દેશભÂક્ત ગીત રજૂ કરાયા હતા.  શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી અભિષે
કપુરી દ્વારા આગવી છટામાં કલમ-૩૭૦ નાબુદી અંગે  વડાપ્રધાનના વિચારો રજૂ કરતા એકપાત્રીય અભિનયે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
પૂ. મહંત તથા મહેમાનો દ્વારા શાળાના પ્રાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  શાળાના આચાર્ય જે. એચ. દવે દ્વારા સ્વાગત પ્રવચન તથા એમ.વી. ગુર્જર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News