હારીજમાં બે દિવસમાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, ત્રીજીવાર કરેલું દિવેલાના વાવેતર નિષ્ફળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 17:24:00
  • Views : 402
  • Modified Date : 2019-09-30 17:24:00

છેલ્લા બે દિવસથી મેઘરાજાની શાનદાર બેટિંગ સામે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. બે દિવસમાં પાંચ ઇંચ ઉપરાંત વરસાદ ખાબકયો છે.અગાઉના વરસાદથી ખેતી પાકોને પુરતા પ્રમાણમાં પાણી મળ્યા બાદ બચી ગયેલા ઘાસચારો,કઠોળ,અનેં ધાન્ય પાક બાજરીને હાલનો વરસાદ નુકસાની ઉભી કરી રહ્યો છે. હજુ આગામી ત્રણથી ચાર દિવસો સુધી વરસાદી હેલી રહેવાની સંભાવના જોતા ધાન્ય પાકો ભારે સંકટની સ્થિતિ વચ્ચે આવ્યા છે. પંથકના મોટાભાગના ખેડૂતોને ખરીફ સિઝન નિષ્ફળ જવાની સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે દિવેલાના પાકોમાં ત્રણ વાર વાવેતર કર્યા પછી પણ ખેતરો પાણીના બેડમાં ફેરવાતા ખેડૂત આલમ ભારે વિમાસણમાં મુકાયા છે.દિવેલાના પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયા હોવાં છતા તંત્રના આંકડા સદંતર ખોટા સાબીત થઈ રહ્યાં છે.પ્રથમ તબક્કામાં વરસાદ નહીં પડતાં ખેડૂતોની આજીજી સાંભળી મેઘરાજાએ વિસામો લીધા વિના સતત વરસતા વરસાદથી ખેડૂતોનો ખરીફ મોલ પાક સદંતર નિષ્ફળ જઇ રહ્યો છે જ્યારે દિવેલાના વાવેતર પણ ત્રણ ત્રણ વાર કરેલા નિષ્ફળ જતા ખેડૂતોમાં ભારે ચિંતાતુર બની જવા પામ્યો છે. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદથી ખેતી પ્લોટો પાણીના બેટમાં ફેરવાયા છે ઘાસચારો રજકા બાજરી અડદ મગ જેવા દાણા તૈયાર થઈ ગયેલા કઠોળ પાકોમાં વરસાદી પાણી ફરી વળતાં નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે.હારીજના ખેડૂત વિજયભાઈ ઠાકરના જણાવ્યા મુજબ જમીનપ્લોટ માં દિવેલાના વાવેતર કર્યા પછી ૮ થી ૧૦ દિવસે દિવેલા જમીન બહાર નીકળે છે . ત્યારે દિવેલા વાવેતર કર્યા પછી નીકળવાની તૈયારીઓમાં દરેક વરસાદ વરસતાં દિવેલા ત્રણવાર નિષ્ફળ નીવડયા છે જ્યારે સરકારી તંત્ર દ્વારા વાવેતર ના આંકડા સદંતર ખોટા આપવામાં આવી રહેલા દેખાય છે હારિજ તાલુકામાં દિવેલાનું વાવેતર વધુ બતાવવામાં આવી રહ્યું છે. જે સત્ય થી વિપરીત સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે થયેલા વાવેતર નોંધવામાં આવે છે જ્યારે વારંવાર નિષ્ફળ ગયેલા વાવેતરનું કોઇ સર્વે કરવામાં આવતું નથી. દર વર્ષે બેન્કમાંથી પાક ધિરાણ લોન માં પાક નિષ્ફળ વીમાનું પ્રીમિયમ આપવામાં આવે છે અને નિષ્ફળ ગયેલા પાકોનો કોઈજ વળતર બેન્કો દ્વારા આપવામાં આવતું નથી જેના કારણે ખેડૂત પિસાઇ રહ્યો છે .પાણી ભરાતા શિશુમંદિર સ્કૂલ અને ખેમાસર પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્ય બંધ રખાયું. ખેમાસાર પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના 160 ઉપરાંત વિદ્યાર્થીઓ શિક્ષણકાર્ય થી વંચિત રહ્યા હતા પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતાં છાત્રોને રજા રાખવામાં આવી હતી નીચાણવાળા વિસ્તારમાં શાળા હોવાથી વધુ વરસાદમાં ઓરડાઓ માં પણ પાણી ફરી વળે છે. અગાઉ પણ પડેલા વરસાદથી સમગ્ર શાળાના ઓરડાઓમાં પાણી ફરી વળ્યા હતા દર વર્ષે થતી સમસ્યાને દૂર કરવા માટે નવીન શાળા બનાવવાની માંગણી કરવામાં આવેલ છે નવીન જગ્યા અને મંજૂરી નહીં મળતા સમસ્યા વધતી જઈ રહી છે છાત્રોને શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચે છે હારીજ સરસ્વતી શિશુ મંદિર સ્કૂલે જવાના બાયપાસ રસ્તા પર પાણી ભરાતા શિશુ મંદિર સ્કૂલ માં પણ રજા રાખવામાં આવી હતી હારીજના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

Download Our B K News Today App



Related News