સૌના દુઃખ હરનારા ધનપુરા ગામના હરિહર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-08 12:10:02
  • Views : 337
  • Modified Date : 2020-09-08 12:10:02

જલોત્રા ગામથી ૨ કિલોમીટર દૂર આવેલ ધનપુરા ગામે હરિહર મહાદેવની સ્થાપના ૧૯૭૯ના દિવસે કરવામાં આવી હતી. જેઠ સુદ બીજ વિક્રમ સવંત ૨૦૦૫માં આની સ્થાપના થઇ ત્યારથી લઈને આજદિન સુધી દર મહિનાની બીજના અહીંયાં પૂજા કરી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સૌ ગામ લોકો પોતપોતાના ઘરેથી સામુહિક પ્રસાદ બનાવીને પહેલા મહાદેવને ચઢાવવામાં આવે છે અને ધજાનું આરોહણ કરવામાં આવે છે અને પછી દરેકને પ્રસાદરૂપે પીરસવામાં આવે છે. અહીંયા દર શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભકતોની ભીડ જામે છે . આ ભોળાનાથ સૌના દુઃખ હરનારા છે જેનો સાક્ષાત્કાર ત્યાના રહેવાસીએ જ કરેલો છે. મહાદેવના ધનપુરા ગામ પર ખૂબ આશીર્વાદ છે અને એમની કૃપાથી ગામના અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ લાગણી દરેક ગ્રામજાનો અનુભવે છે. આજે સૌ કોઈ આ મહાદેવના દર્શન કરીને જ પોતાની દિનચર્યા શરૂ કરે છે.

Download Our B K News Today App



Related News