હાર્દિકે કહ્યું શહીદ પાટીદારોને 2 મહિનામાં ન્યાય અપાવીશું, રેશ્મા પટેલે કહ્યું તેની કોઈ ઓકાત નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 14:40:49
  • Views : 247
  • Modified Date : 2022-06-02 14:40:49


હાર્દિકે કહ્યું શહીદ પાટીદારોને 2 મહિનામાં ન્યાય અપાવીશું, રેશ્મા પટેલે કહ્યું તેની કોઈ ઓકાત નથી


હાર્દિક પટેલે ભાજપમાં વિધિવત રીતે એન્ટ્રી માર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાટીદાર આંદોલનને લઇને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'પાટીદાર આંદોલન સમયે જે યુવાનોના મૃત્યુ થયા હતા તે યુવાનોને પૂરી મદદ થાય તે માટેના પૂરા પ્રયાસ કરીશું. જ્યાં સુધી તે મદદ પૂર્ણ થાય ત્યાં સુધી મારી સાથેના અન્ય ત્રણ મિત્રોએ સાથે મળીને નક્કી કર્યું છે કે, આવતા 2 મહિનાની અંદર જે શહીદ પરિવારો હતા તેના પરિવારના તમામ યુવાનોને વૈકલ્પિક ધોરણે નોકરીની વ્યવસ્થા અમે લોકો આવતા 2 મહિનાની અંદર કરી આપીશું.'


વધુમાં કહ્યું કે, 'માનનીય રાજ્ય સરકારના મુખ્યમંત્રી સાહેબને અને અન્ય મંત્રીઓને પણ અમે વિનંતી કરીશું કે પરિવારોએ રાજ્યના હિત માટે, સમાજના હિત માટે સારું કામ કર્યું હતું આથી તેમને જેટલી પણ મદદ થાય તેટલી સરકારે સંપૂર્ણપણે મદદ કરી છે. તે 10 ટકા અનામત હોય, આનંદીબેનની 1 હજાર કરોડ નિવાસ સ્વાવલંબન યોજના હોય તે તમામ પ્રયાસ સરકારે કર્યા છે. પણ અમુક લોકો જે કોંગ્રેસના ખોળામાં બેસીને સમાજના નામે જે રાજકારણ કરે છે. સમાજના નામે જે લોકોને ગુમરાહ કરે છે એવાં લોકોને જવાબ આપવા માટે મે વાત કરી છે.'


ભાજપે હજુ સુધી કોઇને નોકરી નથી આપી, તો આ શું અપાઇ દેવાનો છે?: હાર્દિક


તો બીજી બાજુ રેશમા પટેલે વાતચીત દરમ્યાન કહ્યું હતું કે, 'મને યાદ આવે છે પરિવારની વાત કે જ્યારે તેને હું સાથે લઇને ભાજપના મંત્રીઓને, CMને મળી છું, એક-એકની ફાઇલો છે અને હજુ સુધી કોઇને નોકરી નથી આપી, તો શું અપાઇ દેવાનો છે? ભારતીય જનતા પાર્ટી એટલી નફ્ફટ કેમ છે, તમે 17ના વાયદા તો પૂરા કરો, પછી તમારે જેને ખરીદવો હોય તેને ખરીદજો. જેને લઇ જવો હોય તેને લઇ જજો. તમે એક પણ વચન નથી પૂરા કર્યા અને ભાઇ કહે છે કે હું 2 મહિનામાં પાટીદાર આંદોલનમાં શહીદ યુવાનોના પરિવારને નોકરી અપાવી દેશે. એની શું તાકાત છે? પાછો સુફિયાણી એવી વાતો કરે છે કે હું નોકરી અપાવી દઇશ.  હું ક્યાં સળગાવવા ગયો હતો, મે ક્યાં કંઇ કીધું હતું? થોડીક તો શરમ કરવી જોઇએ. માતા બહેનો જોતા હશે તો એને એમ થાશે કે અમે બધાં પણ એવાં ચિતરાઇ જઇશું કે લોકો સ્વાર્થ માટે નેતા બન્યા છે.'


બોલતા પહેલા હાર્દિકે થોડી શરમ તો કરવી હતી : રેશમા પટેલ

હાર્દિકે થોડી તો શરમ કરવી જોઈતી હતી કે શહીદોના પરિવાર વિશે આવું બોલતા. તેમણે કહ્યું કે હાર્દિકે કહ્યું હું થોડી સળગાવવા ગયો હતો આવું સાંભળતા મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આજ દિન સુધી પાટીદારોના યુવાનોને ન્યાય નથી મળ્યો તો હવે શું હાર્દિક કરી લેવાનો. હવે સૂફિયાણી વાતો કરે છે કે 2 મહિનામાં અમે ન્યાય અપાવી દઈશું.


 


 


Download Our B K News Today App



Related News