હાર્દિક પટેલ આગામી અઠવાડિયે કરશે કેસરીયો, એન્ટ્રી સમયે કેન્દ્રિય મંત્રીની રહેશે હાજરી: ખાસ સૂત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 11:16:05
  • Views : 308
  • Modified Date : 2022-05-19 11:16:05

પાર્ટી પ્રવેશ સાથે જ કાર્યકારી અધ્યક્ષ બનાવી કોંગ્રેસે હાર્દિકને હથેળીમાં રાખવા પ્રયત્ન કર્યા પરંતુ હાર્દિક હાથમાં રહ્યો અને માત્ર 1161 દિવસ કોંગ્રેસમાં રહ્યા બાદ સનસનીખેજ પત્ર લખી કોંગ્રેસ ના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. બીજી તરફ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે એ વાત પણ લગભગ નક્કી છે.

કમલમમાં જ હાર્દિક પટેલ જોડાશે ભાજપમાં: સૂત્ર
ત્યારે ગુજરાત ભાજપના ખાસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાર્દિક પટેલની ભાજપમાં જોડાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. હાર્દિક પટેલ આગામી અઠવાડિયે ભાજપમાં જોડાશે તેવી વાત નક્કી માનવામાં આવી રહી છે. હાર્દિક પટેલનો કેસરીયો ધારણ કરવાના કાર્યક્રમ વિશે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાર્દિકની ભાજપમાં એન્ટ્રી સમયે કેન્દ્રિય મંત્રીની હાજરી રહેશે. 
ભાજપમાં જોડાતા સમયે હાર્દિક પટેલ જનસભા કરશે.જનસભામાં હાર્દિક પટેલ 10 હજાર જેટલી મેદની એકઠી કરશે

 

પ્રદેશ પ્રભારી રઘુ શર્મા નરેશ પટેલને મળશે
ત્યારે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવા આજથી રઘુ શર્મા 4 દિવસની ગુજરાત મુલાકાત પર છે. હાર્દિકના જવાથી કોંગ્રેસને થનારા નુકશાન સરભર કરવા તેમજ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા પ્રયાસો કરશે.જેને લઈ રાજકોટમાં કોંગ્રેસ કારોબારી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં નરેશ પટેલના ફાર્મ હાઉસમાં કોંગ્રેસ નેતાઓ તેઓને મળશે જેમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠાવા અને રઘુ શર્મા હાજર હશે.

હાર્દિક પટેલના જવાથી પાટીદાર ફેક્ટરમાં અસર થશે: સુખરામ રાઠવા, નેતા વિપક્ષ
હાર્દિક પટેલ 
મુદ્દે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાર્દિક પટેલના જવાથી પાટીદાર ફેક્ટરમાં અસર થશે હવે પાટીદાર ફેક્ટરનું ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીશું. હાર્દિક પટેલ અમારી સાથે પક્ષમાં હતા પણ મનની વાત કોઇ સાથે કરી નહી અને રાજીનામુ આપ્યું. પાર્ટીએ નાની ઉંમરે તક આપી હતી તેમણે આ તકનો ઉપયોગ કરવાની જરૂર હતી.નરેશ પટેલ સામાજિક આગેવાન છે. અમારા મોવડીમંડળ સાથે વાત ચાલી રહી છે

 

Download Our B K News Today App



Related News