હાર્દિક પટેલની સભાનો મંડપ ઉડ્યો, કોંગ્રેસના કાર્યકર્તાઓએ આપ્યો ટેકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 12:14:35
  • Views : 487
  • Modified Date : 2019-04-19 12:14:35

હાલ ગુજરાતમાં નેતાઓ વિવિધ શહેરોમાં સભા ગજવી રહ્યાં છે. એવામાં રાજ્યમાં ભારે ગરમા-ગરમી જોવા મળી રહી છે. તો બીજી બાજુ રાજ્યનું વાતવરણ પણ જાણે કોઇ સંદેશો આપતું હોય તેમ લાગી રહ્યું છે. પહેલા મોદીનો સભા મંડપ ભારે પવનને કારણે ઉડ્યો હતો, તો હવે હાર્દિક પટેલનો સભા મંડપ ઉડી જતાં દોડધામ મચી હતી.ગીર સોમનાથના તાલાળાના અંકોલવાડી ગામે હાર્દિક પટેલની ચૂંટણી સભા યોજાનાર હતી. જો કે આ દરમિયાન આ વિસ્તારમાં ભારે પવનનું વાતાવરણ હતું. એવામાં હાર્દિક સભા સ્થળે પહોંચે તે પહેલા જ સભા મંડપ ઉડવા લાગ્યો હતો. જો કે આ દરમિયાન હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ દોડધામ કરી જેમ-તેમ કરી મંડપના થાંભળા પકડ્યા હતા.હાલ રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવતા ગુજરાત કોંગ્રેસમાં નવો જુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણીના પરિણામ પછી જ સાચી ખબર પડશે કે હાર્દિક પટેલ આવવાથી કોંગ્રેસને કેટલો ફાયદો અને ભાજપને કેટલું નુકશાન થશે.

Download Our B K News Today App



Related News