સ્ટેજ પર હાર્દિક પટેલને થપ્પડ મારનાર યુવક કોણ છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 07:25:42
  • Views : 696
  • Modified Date : 2019-04-19 07:25:42

સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા હતી. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર લોકો જોડાયા હતા. જ્યારે હાર્દિક પટેલે સભા ચાલુ કરી ત્યારે અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ સ્ટેજ પર ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.હાર્દિક પટેલને સ્ટેજ પર થપ્પડ મારનાર વ્યક્તિનું નામ તરૂણ મિસ્ત્રી છે. તરૂણ મિસ્ત્રી કડીના જસલપુરનો વતની છે તેવું જાણવા મળ્યું છે. હાર્દિકને થપ્પડ માર્યા બાદ આ યુવકની જાહેરામાં ધોલાઈ કરી હતી અને તેના કપડાં ફાડીને તેને નગ્ન કરી દીધો હતો.

Download Our B K News Today App



Related News