ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે સેવાભાવી લોકો દ્વારા આખા ગામમાં સેનિટાઈઝેસન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-10 10:57:36
  • Views : 281
  • Modified Date : 2021-05-10 10:57:36

     સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે પણ કોરોનાના કેસ વધી જતા અને ગામ લોકોની રજુઆતને ધ્યાને લઈ સેવાભાવી તેમજ હંમેશા સંકટ સમય લોકોની સાથે રહે છે એવા પૂર્વ સરપંચ અને ભાભર તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરદાનભાઈ ડી માળી, દૂધ ડેરીના ચેરમેન ડો.પાંચાભાઈ દેસાઈ અને કાંતિભાઈ માળી દ્વારા આખા ગામમાં સેનિટાઈઝેસન કરવામાં આવ્યું હતું.180  લિટર સેનિટાઈઝર લાવીને બે વખત ટ્રેક્ટર પંપ દ્વારા આખા ગામામાં ઘરે ઘરે અને શેરીએ શેરીએ સેનિટાઈઝેસન કરવામાં આવ્યું હતું. લોકસેવાના કાર્યમાં ગામલોકોએ હાજર રહી સાથ સહકાર આપ્યો હતો.

    ગામમાં કોરોનાનું સંક્રમણ અટકે અને ગામલોકોનું રક્ષણ થાય માટે સેવાભાવી લોકો દ્વારા આખા ગામમાં બે વખત સેનિટાઈઝરનું છંટકાવ કરવામાં આવ્યું હતું અને ગામ લોકોને કામ સિવાએ ઘરની બહાર નીકળવાની સલાહ આપી તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

Download Our B K News Today App



Related News