ડીસા તાલુકાના વાસણા ગામથી ડીસા રૂટની નવી બસ શરૂ થતાં ખુશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:57:34
  • Views : 405
  • Modified Date : 2022-07-09 12:57:34

 

છેલ્લા ઘણા સમયથી વાસણા ગામથી ડીસા રૂટની બસ ચાલુ કરાવવા સ્થાનિક લોકોની માંગ હતી ત્યારે આજથી વાસણાથી ડીસા રૂટની બસ શરૂ થતાં લોકો અને વિધાર્થીઓમાં ખુશી જોવાં મળી હતી....

 

ડીસા તાલુકાના વાસણા ગામેથી રોજેરોજ ડીસા આવવા માટે વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો અવરજવર કરતા હોય છે પરંતુ વાસણા ગામથી ડીસા જવા માટે કોઈ જ પ્રકારની બસની સુવિધા ન હોવાના કારણે રોજેરોજ વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડતી હતી જેના કારણે ખર્ચ પણ વધતો હતો અને સમય પણ વધારે પડતો બગાડવો પડતો હતો આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ડીસા ડેપો મેનેજરને વાસણા ગામ થી ડીસા રૂટની એક બસ શરૂ કરવા માટે જાણ કરવામાં આવી હતી જેથી આજે વાસણા ગામથી ડીસા રૂટ ની નવી એક બસ શરૂ કરતાં સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. વાસણા ગામના સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા વર્ષો જૂની બસ સેવા ચાલુ કરવા અવારનવાર લેખીત તથા મોખિક માંગણી કરવામાં આવી હતી.જેને ધ્યાને લઇ  આજરોજ સંતોષતા આજરોજ વાસણા થી ડીસા નવીન બસ શરૂ થતા વાસણા ગ્રામજનોમાં તથા વિધાર્થીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.આજથી શરૂ થયેલ બસ વાસણા ગામે આવતા સંરપચશ્રી કાંતિભાઈ જોષી તથા ભોગીલાલ માળી,મનુભાઈ મહેતા, સેનજીજી ઠાકોર,લાલુભાઇ જોષી, પૂનમાજી ઠાકોર, ફતાભાઈ માળી, અમરતભાઈ જોષી, જયંતિભાઈ પ્રજાપતિ, સુબાજી ઠાકોર તથા સમસ્ત ગ્રામજનો તથા વિધાર્થીઓ ભેગા મળીને ડીસા ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ શ્રી એ.આઈ.શેખ સાહેબ, પ્રવિણભાઇ પૂનડીયા હિમાંશુભાઈ અભુજી ઝાલા   પોપટભાઈ જોષી વિક્રમજી ધૂંખ કંડકટર રાજુભાઈ દેસાઈ ડ્રાયવરનુ. શાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  બસ શરૂ થતાં વાસણા ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ સાથે વાસણાની આ ટ્રીપ નિયમિત ચાલુ રહે તેવી ગ્રામજનોની માગણી છે.ત્યારે આજે પ્રથમ દિવસે વાસણા ગામમાં બસ આવતા વિદ્યાર્થીઓએ મુસાફરી કરી હતી...

Download Our B K News Today App



Related News