આઠ વર્ષ પહેલા ડીસાના વાડીરોડ વિસ્તારમાથી ગુમ થયેલો યુવક અચાનક મળી આવતા પરિવારમાં ખુશીનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-28 12:53:27
  • Views : 950
  • Modified Date : 2022-01-28 12:53:27

ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં રહેતા હસ્તીમલભાઈને ચાર પુત્રો છે. ચાર પુત્રો પૈકી બીજા નંબરનો પુત્ર દિનેશ માનસિક રીતે અસ્થિર મગજ ધરાવે છે. અને લગભગ આઠ વર્ષ પહેલા અચાનક દિનેશ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો હતો. દિનેશે અચાનક  ઘર છોડી દેતા હસ્તીમલભાઈ અને તેમના અન્ય પુત્રો અને પરિવાજનોએ દિનેશની ખૂબ જ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ચાર-ચાર વર્ષ સુધી શોધખોળ કર્યા બાદ હતાશ થઈ ગયા હતા.ત્યારે ગત ૧૮ જાન્યુઆરીના દિવસે તેમનો ગુમ થયેલો પુત્ર દિનેશ રાજસ્થાનના ભરતપુર ખાતે આવેલા અપના ઘરમાં હોવાની જાણ થતાં ત્યાથી ડીસા ઉત્તર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી અને ડીસા ઉત્તર પોલીસે આ અંગે દિનેશના પરિવારજનોને જાણ કરતાં દિનેશના પરિવારજનોએ વિડીયો કોલ પર ખાતરી કરતાં આ યુવક તેમના પરિવારનો દિનેશ હોવાનું જ જાણવા મળ્યું હતું.. જેથી તાત્કાલિક આ પરિવારના લોકો ભરતપુર પહોંચ્યા હતા અને દિનેશને પરત લાવ્યો છે.. દિનેશ આઠ વર્ષ બાદ પરત આવતા તેના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે અને આજે જ્યારે તે પરિવારના સભ્યોને મળ્યો ત્યારે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.. આ આખી ઘટના પર દિનેશના પરિવારના સભ્યો સાથે અમારા સંવાદદાતાએ મુલાકાત કરી ત્યારે પરિવારે આ યુવક ગુમ થયા બાદ કેટલી શોધખોળ હાથ ધરી હતી અને દિનેશના મળ્યા બાદ યુવકના પરિવારજનોમાં કેવો માહોલ છે.તે જાણ્યો હતો..

 

Download Our B K News Today App



Related News