ડીસાના વાડીરોડ વિસ્તારમાં વર્ષો બાદ નવો રોડનું ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે ખાતમુહૂર્ત કરતાં સ્થાનિકો સહિત વાહનચાલકોમાં ખુશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-18 12:02:45
  • Views : 267
  • Modified Date : 2022-01-18 12:02:45

 

ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાંથી પસાર થતો રસ્તાનું આજરોજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવતાં વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તારના વિકાસ માટે નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા પણ ચાલુ વર્ષે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી ડીસા શહેરમાં સારા રસ્તાઓ લાઈટ પાણી અને અન્ય સુવિધાઓ પુરી પાડવામાં આવી છે જે અંતર્ગત હાલમાં ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2021/22 અંતર્ગત ડીસા શહેરમાં નવા 56 રોડ અલગ-અલગ વિસ્તારોમાં બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે જે અંતર્ગત આજે ડીસા શહેરના વાડી રોડ વિસ્તારમાં પણ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતામાં નવા રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભૂપેન્દ્ર ગઢવી, શાહિદ નગરપાલિકાના કોર્પોરેટરો અને આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાત મુરતમાં જોડાયા હતા..

 

ડીસા શહેરમાં આવેલ વાડી રોડ વિસ્તારમાંથી પસાર થતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં હતો જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બાબતે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી.તેમ છતાં પણ વર્ષો સુધી રસ્તાનો કોઈ નિકાલ આવ્યો હતો જે બાદ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અંગે સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી જે બાદ આજે ડીસા નગરપાલિકા અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા આજે વાડી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં પડેલા રસ્તાનું ખાત મૂર્ત કરવા માગતા આજે વાહનચાલકો અને સ્થાનિક લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News