ગાંધીનગર ઇન્દ્રોડાની બાબરી, સે.૨૧ નું હનુમાન મંદિર ભારે વિવાદમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:09:20
  • Views : 332
  • Modified Date : 2020-10-04 11:09:20

ગાંધીનગર ભાજપ શાસિત કોર્પોરેશન દ્વારા ચાર મંદિર તોડવાની પેરવીમાં આવતા રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (વી.એચ.પી.) દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સે.૨૧ માં આવેલા બે હિન્દુ મંદિર તોડી પાડવાની ભાજપ શાસિત મહાનગરપાલિકા દ્વારા પેરવી થતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળ લાલઘૂમ થવા પામ્યું છે.
ગાંધીનગર સે.૨૧ માં
પેટ્રોલ પંપની સામે આવેલા હનુમાનજી મંદિર તેમજ અન્ય સે.૨૧ માં જ આર-વર્લ્‌ડની સામે આવેલા મહાદેવ મંદિર તેમજ શાકમાર્કેટ બાજુમાં આવેલા બાપા સીતારામની મઢૂલી તેમજ અન્ય એક મંદિર રામાપીરનું મંદિર એવા ચાર જેટલા મંદિરો પર મનપાનો ડોળો છે. તેવા પૈકી સે.૨૧ માં પેટ્રોલ પંપ સામે હનુમાનજીનું મંદિર છે. ત્યાં શુક્રવારે ભાજપના હોદેદાર સહિત અન્ય ત્રણથી ચાર લોકો મંદિર તોડવાની વાત સાથે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓએ મેદાનમાં આવીને લલકાર કરતા જણાવ્યું હતું કે, આ મંદિરો કોઈ પણ હિસાબે તોડવા નહીં દેવાય તેવો ઉગ્રતાપૂર્વક હુંકાર કર્યો છે. આ બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ
પરિષદના જિલ્લા અધ્યક્ષ અમૃતભાઇ ઠક્કરે જણાવ્યું છે કે, અહીં કેટલાક શખ્સો મંદિર તોડી પાડવાની વાત લઈને આવેલા શખ્સોમાં ભાજપના હોદ્દેદારનો સમાવેશ થાય છે. તેઓ ૪૦ વર્ષ જૂના હનુમાનજી મંદિરે આવી પહોંચ્યા હતા. જ્યાં હાજર આસપાસના સ્થાનિક ભક્તો તેમજ લારી ગલ્લાવાળાઓને આ મંદિર સ્માર્ટ સીટી અંતર્ગત પે-પાર્કિંગ બનાવવાના નામે દબાણ હટાવોની ઝુંબેશના ભાગરૂપે આ મંદિર તોડવાના છે. તેવું જણાવતા સ્થાનિક વેપારીઓ, ભક્તજનો તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો તે સમયે હાજર હતા, તેઓએ વિરોધ દર્શાવેલ હતો. તેમજ હાજર શખ્સોએ ફોન દ્વારા અન્ય લોકોને જાણ કરતાં થોડા જ સમયમાં તે સ્થળે
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર થઇ ગયા હતા અને એક જ
 હુંકાર કરીને જણાવ્યું હતું કે, આ સિવાય અન્ય ત્રણ મંદિર જેમાં વિશ્વકર્મા શોપિંગમાં આવેલ બાબા રામદેવનું મંદિર પણ છે. તે કોઈપણ ભોગે તોડવા દેવાશે નહીં. તેમજ શનિવારે કલેકટરની મુલાકાત લઈને એક આવેદનપત્ર આપી સે.૨૧ માં બનાવવામાં આવી રહેલા સ્માર્ટ પાર્કિંગ કે જેમાં ઉપરોક્ત મંદિર તોડવાની વાત લઈને આવેલા શખ્સોના અંગતહિત સંકળાયેલા તેમજ કોઈ તેમના ગુન્હાહિત સ્વાર્થને ફાવવા દેવામાં આવશે નહીં. આમ ભાજપના આ હિંદુઓની ધાર્મિક લાગણીને ઠોકરે મારતા તત્વોને કારણે આગામી દિવસોમાં આ મામલો ગરમાય તેવી દેહશત ઉજાગર થવા
પામી છે.
આ મુદ્દે અમૃત ઠક્કર દ્વારા જણાવ્યુ હતું કે, ઇન્દ્રોડા ખાતે જે નવી બાબરી મસ્જિદ અને ગુંબજ બની રહી છે. ત્યારે ગાંધીનગર મનપા કેમ ચૂપ છે ? ૩૦ વર્ષ જૂના હનુમાન મંદિરને તોડી પાડવા કેમ સક્રિય થયા છે. ત્યારે ઇન્દ્રોડા ખાતે નવી બાબરી મસ્જિદ મોટો વિવાદ ઊભો કરે તેવી શક્યતા જણાઇ રહી છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News