પાલનપુરમાં હનુમાનજીની જન્મજયંતિની શ્રધ્ધાભેર ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:49:31
  • Views : 516
  • Modified Date : 2019-04-20 05:49:31

પાલનપુરમાં છપ્પન ભોગ ધરાવાયો, શોભાયાત્રામાં ભાવિકભક્તો જોડાયાપાલનપુરમાં શુક્રવારે હનુમાનદાદાની જન્મજયંતિની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરોમાં હવન યોજવામાં આવ્યા હતા. વિશાળ શોભાયાત્રાઓ નીકાળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકભકતો જોડાયા હતા.બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે હનુમાનદાદાની જન્મજયંતિની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર ખાતે વિજય હનુમાન આશ્રમમાં દાદાને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. જ્યારે સાંજના સુમારે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.  જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. શહેરના કંથેરીયા હનુમાનજી, કાળા હનુમાનજી, વડવાળા હનુમાનજી, ધનિયાણા ચોકડી સ્થિત હનુમાનજીના મંદિરે હવન કરવામાં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News