ડીસામાં હનુમાન જ્યંતીની ઉજવણી કરાઈ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:24:40
  • Views : 182
  • Modified Date : 2022-04-17 11:24:40


ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હનુમાન જયંતિની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે હનુમાન જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની લોકોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી ખાસ કરીને ડીસા તાલુકામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે હનુમાનજીના ભક્તો દ્વારા હનુમાન જયંતિની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી હતી કોરોનાવાયરસ ની મહામારી ના બે વર્ષ બાદ આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવતા ભક્તો એ મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે આજે હનુમાન જ્યંતી ના ઉજવણી લે લાઇ વહેલી સવારથી ધર્મ પ્રેમી લોકોના દર્શન માટે હનુમાન મંદિર શ્રદ્ધાળુઓના ઘોડાપુર થી મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેર માં આવેલ ત્રણ હનુમાન રોડ પર અતિ પ્રાચીન હનુમાનજીના મંદિરમાં  આજે ભક્તો તેલ સિંદૂર ચડાવાની સાથે શ્રી ફળ તેમજ આકડા ફૂલની માળા ચડાવી હનુમાનજી ના આશીર્વાદ લેવા માટે લાઈનો લાગી હતી જેમાં હનુમાન મંદિર ખાતે હવન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રાત્રે ભજનિક દ્વારા ભજન સઁધ્યા માં ડીસાના ધર્મ પ્રેમી લોકોને દર્શન કરવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે .ત્યારે પવન પુત્ર ની જન્મ જ્યંતી ને લઈ મંદિરોમાં ભક્તો આ ઘોડા પુર જોવા મળી રહ્યા છે ભક્તો હનુમાનજી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News