આઠ વર્ષની બાળકીને કંઠસ્થ છે હનુમાન ચાલીસા : જુઓ હનુમાન જયંતિ પ્રસંગે અમારો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:21:34
  • Views : 195
  • Modified Date : 2022-04-17 11:21:34

 

હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિ પ્રસંગે આજે આપણે એક એવી બાળકીને મળીશું કે જેની ઉંમર માત્ર આઠ વર્ષની છે.. અને આ બાળકી પોતાના મોઢેથી સડસડાટ હનુમાન ચાલીસાનું પઠન કરે છે.. આઠ વર્ષની આ બાળકીએ આખી હનુમાન ચાલીસાને કંઠસ્થ કરી દીધી છે..

 

ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે તમામ મંદિરો ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે હનુમાન જયંતી નિમિત્તે સમગ્ર બનાસકાંઠા જિલ્લો હનુમાનજીની ભક્તિ માં રંગ આવ્યો હતો અને તમામ મંદિરો હનુમાનજીની ભક્તિ થી ઉભરાઈ ગયા હતા પરંતુ દિશાની એક નાની બાળકી માં હનુમાનજીની એક અનેરી ભક્તિ જોવા મળી રહી છે આ છે હિયા યોગેશભાઈ કોટક..હિયાની ઉંમર માત્ર આઠ વર્ષની છે.. પરંતુ હિયા જે રીતે હનુમાન ચાલીસાનું પઠન કરે છે તે જોતાં સહુ કોઈ દંગ રહી જાય છે.. ભારતમાં કોરોનાની એન્ટ્રી થતાં સમગ્ર દેશમાં લોકલૌન લગાવવામાં આવ્યું હતું.. લોકડાઉન દરમ્યાન નાનકડી હિયા તેના દાદી ચારુબેન અને દાદા અનિલભાઈ સાથે ઘરમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગી હતી.. બે વર્ષના સમયગાળામાં હિયાએ આખી હનુમાન ચાલીસા કંઠસ્થ થઈ ગઈ છે.. અને અત્યારે દરરોજ સવારના સમયે તેના ઘરમાં જ હનુમાનજીની પુજા અર્ચના કરે છે અને સડસડાટ હનુમાન ચાલીસાનું પઠન કરે છે.. હિયાની સાથે તેના પિતા યોગેશભાઈ અને માતા પરેશબેન અને તેના બંને ભાઈ પ્રેય અને પ્રેયાન પણ જોડાય છે.. 

Download Our B K News Today App



Related News