હમારી માંગે પૂરી કરો નહીંતર ખુરશી ખાલી કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:08:53
  • Views : 443
  • Modified Date : 2019-06-07 11:08:53

બ.કા. જિલ્લાનો અમીરગઢ તાલુકો અંતરિયાળ તેમજ ડુંગર વિસ્તારમાં આવેલો છે. જ્યાં વસતા કુટુંબો  ગરીબ પરિવારના જાવા મળે છે. જેમના બાળકોને સરકારના ધારા ધોરણ મુજબ અભ્યાસ કરાવવા માટે ચાલુ વર્ષે ર૦૧૯-ર૦ માં શાળા-કોલેજા તેમજ આઈ.ટી.આઈ. સહિતની અન્ય કોલેજામાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે. તેવા સમયે આ વિસ્તારના અનુસુચિત જાતિ, જનજાતિ તેમજ સામાજિક તથા શૈક્ષણિક પછાત વર્ગના  વિદ્યાર્થીઓને શાળાઓ તથા કોલેજામાં એડમિશન પ્રક્રિયા સમયે જાતિ તેમજ આવકના દાખલાઓની માંગણી કરવામાં આવતી હોય છે. જેમાં અમીરગઢ તાલુકામાં આશરે ૭૦ થી ૭પ ટકા આદિવાસી તેમજ બિન આદિવાસી લોકો અભણ હોવાથી તેવામાં તેમના બાળકોને આગળ અભ્યાસ કરવાથી વંચિત રાખવાના ઈરાદાથી જાતિ - આવકના દાખલાઓ માટે ગ્રામ પંચાયતમાં રૂ.ર૦ ના સ્ટેમ્પ  ઉપર સોગંદનામાની નોટરી કરાવીને આપ્યા પછી તલાટી દ્વારા જાતિ-આવકના દાખલાઓ આપવામાં આવે છે. તેમાં પણ મોટાભાગની ગ્રામપંચાયતોમાં તલાટીઓ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓને બે-ત્રણ દિવસ સુધી સતત ધક્કાઓ ખાવા પડતા હોય છે.
આમ આ સિવાય તાલુકા પંચાયત કચેરીમાં જાતિ- આવકના દાખલાઓ માટે અરજી ફોર્મની સાથે રૂ.ર૦ ના બે સ્ટેમ્પ આપવામાં આવ્યા હોવા હતાં અધિકારીઓ સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓને બે થી ત્રણ દિવસ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.
આમ અમીરગઢ મામલતદાર કચેરી ખાતે પણ વિદ્યાર્થીઓને દાખલાઓ કઢાવવા માટે ધરમ-ધક્કા ખાવા પડી રહ્યા છે. જે સમયગાળા દરમિયાન કર્મચારીઓ તેમજ અધિકારીઓ ગેરહાજર રહેતા શાળા કોલેજામાં વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાનો સમય
પુરો થઈ જતા આ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતા હોય તેવા ઘાટ ઘડાઈ રહ્યો છે.
આમ આ વિસ્તારના વિદ્યાર્થીઓને સરકારના ધારા ધોરણો મુજબ એક જ દિવસમાં જાતિ-આવકના દાખલાઓ કાઢી આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. તેમજ જાતિ-આવકના દાખલાઓ વગર આ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા તેમજ કોલેજામાં એડમિશન નહીં મળે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News