હળવદ તાલુકાના 32 ગામોના લોકો બોરનું પાણી પીવા મજબૂર

  • Published By :
  • Published Date : 2020-02-07 13:07:12
  • Views : 378
  • Modified Date : 2020-02-07 13:07:12

હળવદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના મારફતે ગામેગામ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ તાલુકાના 32 જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહી મળતુ હોવાની ગ્રામજનોની ફરિયાદ ઉઠી છે. જેમાં ગામડાના લોકોને પીવાનું પાણી બોરનુ મોળુ અને પૈસા ખર્ચી મિનરલ વોટર પાણી પીવા મજબુર બન્યા છે.આમ હળવદ શહેરી વિસ્તાર અને ગામડાઓમાં હળવદના ઘનશ્યામગઢ રોડ પર આવેલ પાણી પુરવઠા અને ગટરબોર્ડ પાણી યોજના દ્વારા ફિલ્ટરયુકત પાણી નર્મદાનું પાણી પાઇપલાઇન મારફત હળવદ તાલુકામા પહોંચાડવામાં આવતુ હોવાની વાતો કરાય છે. પરંતુ હળવદ તાલુકાના 32 જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહી મળતા હોવાની ગામલોકોની ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં તાલુકાના 50 ટકા જેટલા ગામોને નર્મદાનું પાણી ન મળતુ હોવાના કારણે ગ્રામીણ લોકોને બોરનું પાણી મોળુ પીવું પડે છે. જ્યારે બોરનું પાણી ન પી શકતા લોકોને પૈસા ખર્ચીને પીવાનું પાણી મિનરલ વોટર પાણીના મંગાવવા મજબુર બન્યા છે. ત્યારે પાણી પુરવઠા ગટર યોજના દ્વારા સત્વરે નર્મદાનું મીઠું પાણી ગ્રામીણ વિસ્તારમાં પહોંચાડે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે.આમ અમારા ગામમાં ઘણા વર્ષોથી પીવાનું પાણી નર્મદાનું મળતું નથી. તાલુકાના કેટલાક ગામોમાં નર્મદાનું પાણી નહી મળતું હોવાની રાવ ઉઠી છે ત્યારે તંત્ર દ્વારા ગ્રામિણ વિસ્તારમાં પાઇપલાઇન દોડાવી દરેક ગામમાં પાણી પહોંચાડાય તેવી 32 ગામ લોકોને તાલુકા વાસીઓની માંગ છે. આ અંગે પાણી પુરવઠા ગટર બોર્ડના સુપરવાઇઝર મનીષભાઈ મોદીએ જણાવ્યું કે જે તે સમયે યાંત્રિક અને ટેકનિકલ ખામી અને પાણી પાઈપલાઈન ન હોવાથી તાલુકાના 32 ગામોમાં પાણી નથી મળતુ. આમ બ્રાહ્મણી-1,2 ખાતે નવો પ્રોજેક્ટ શરૂ કરાશે. આમ આગામી સમયમાં ટેન્ડર થઈ ગયા બાદ જે ગામોમાં નર્મદાના પાણીથી વંચિત છે તે ગામોમાં પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડાશે.આમ માથક, ઢવાણા, સુસવાવ, કડીયાણા, જુના દેવળિયા, વાકિયા, શીરોઈ, ચુંપણી, રાતાભેર, સુંદરગઢ, માણેકવાડા, રણમલપુર, સુખપર, માનસર સહીતના ૩૨ ગામોને નર્મદાનુ પીવાનું પાણી મળતું નથી. જેથી પાણી માટે લોકોને હાલાકી પડે છે.

Download Our B K News Today App



Related News