હળવદ તાલુકામાં માવઠાથી ખેતરોમાં તૈયાર જીરાના પાકને નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 11:18:36
  • Views : 350
  • Modified Date : 2020-03-07 11:18:36

હળવદમા અચાનક વાતાવરણમા પલ્ટો આવતા ખેડુતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે હળવદ તાલુકાના પ્રકાશનગરના ખેડૂતોને માવઠાનો માર ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં જીરાના પાકમાં અગાઉ કાળિયો તેમજ સુકારાના કારણે નુકસાની હતી.ત્યારે બીજીતરફ માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આમ જગતનો તાત સતત બે સીજનથી નુકસાનની વેઠી રહ્યો છે.ત્યારે આ સીજન સારી રહેવાની આશાએ જીરાના મોંઘા બીયારણ વાવી ખેતી કરી હતી. પરંતુ ચોમાસામાં અતીવૃષ્ટિની નુકસાની બાદ ચાલુ સીજનમાં જીરાનો પાક પણ રોગોના ભરડામા સપડાયો હતો. ત્યાં અચાનક માવઠાથી અસરના પગલે ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે. આમ સમગ્ર પંથકમાં કમોસમી વરસાદથી જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને પડયા પર પાટું હજારો વીઘા જીરાના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળીયો છીનવાય તેવી પરિસ્થિતિમાં ઉદ્ભવી છે. જીરા પાકમાં સુકારો, કાળીયો, જેવા રોગોના કારણે પણ નુકસાનની વેઠવી પડી છે. ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે.જગતનો તાત બેહાલ બની ગયો છે.જેમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. સાથે સાથે ઘઉં,તલ,રાયડો,ધાણાના પાકને પણ નુકસાની થવા ભીતિ સેવાઈ રહી છે.જેના લીધે ખેડૂતોને બધી બાજુથી માર પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News