હાલોલ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-27 18:20:18
  • Views : 424
  • Modified Date : 2020-01-27 18:20:18

ગોધરા હાલોલ રોડ પર દાવડા ગામના પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને વધુ સારવારઅર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગોધરાથી વડોદરા તરફ સાંજે 7 વાગ્યાની આસપાસ જઈ રહેલી સ્વીફ્ટ કારમાં પાંચ મિત્રો જઈ રહ્યા હતા. તેઓ જ્યારે દાવડા ગામ પાસે પહોંચ્યા ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટુભાઈ મિસ્ત્રી(38), રહે, ઉમા સોસાયટી, હાલોલ, રુત્વિક પટેલ(17) રહે, એશિયાડ નગર, હાલોલ, મિલેન્દ્ર શર્મા(35), રહે, એશિયાડ નગર, હાલોલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે નંદુભાઈ ગણપત ભાઈ પરમાર(34) રહે કંજરી રોડ, હાલોલ અને શહીદઅલી રીઝવાનઅલી મકરાણી(25), રહે આસોજ ગામ, તા.વાઘોડિયા, જી. વડોદરાને ગંભીર હાલતમાં સારવારઅર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી શહીદઅલી રીઝવાનઅલી મકરાણીની હાલત નાજુક છે. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતાં. ઘટનાને પગલે હાલોલ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમા મોકલી આપ્યા હતાં.

Download Our B K News Today App



Related News