વડગામના પેપોળમાં ચોથા દિવસે પણ તીડનો ઉપદ્રવ યથાવત ઃ ધરતીપુત્રોની હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 12:04:52
  • Views : 434
  • Modified Date : 2019-12-25 12:04:52

વડગામ પંથકમાં છેલ્લાં ચાર દિવસથી તીડના પ્રકોપે વિનાશ વેર્યો છે.જેના કારણે ધરતી પુત્રો તોબા પોકારી ઉઠયા છે.
પેપોળમાં  તીડ અસંખ્ય માત્રામા ઝુંડ સાથે ત્રાટકતા ધરતી પુત્રોની હાલત કફોડી બની છે.
જગતના તાત ખેતરોમાં ઉભેલા પાકોને તીડના આક્રમણથી બચાવવા થાળી, તગારા તથા ધુણા કરીને હવાતીયા મારી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તીડને નિયંત્રણમાં લાવવાના દાવા તાલુકા ભરમાં પોકળ સાબિત થતા રહ્યા છે. તાલુકાના
પેપોળ મગરવાડા, એદરાણા, સહિતના ગામડાઓમાં ખેડૂત પોતાના પાકોને બચાવવા ધમપછાડા કરી રહ્યા છે.
વડગામ તાલુકાના પેપોળ ગામમાં આવેલા  બિસુભાઇ તુવર, હયાતખાન તુવર તેમજ રાજેશભાઈ જોષીના ખેતરમાં તીડનું ભારે આક્રમણ જોવા મળ્યું હતું. તીડના ઝુંડ દ્વારા અરણીના ઝાડને તળીયા ઝાટક કરી દીધેલુ જોવા મળી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News