ગઢનું ૨૦ હજાર લીટર દૂધ બંધ થતા પશુપાલકોની હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 11:34:23
  • Views : 2265
  • Modified Date : 2020-05-06 11:34:23

પાલનપુરના ગઢમાં મુંબઈથી આવેલા કાળુભાઈ જગાણીયાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમના પત્નિ જકુબેન અને પુત્ર મયુરના સેમ્પલો લેવામાં આવ્યા હતા. ત્યારે બન્નેના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ બંન્ને જણના કોન્ટેકમાં આવેલા તમામ લોકોની હિસ્ટ્રી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જરૂરત પડ્‌યે તેમના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવશે. કોરોનાની મહામારીને લઈને સંપૂર્ણ ગામને કન્ટેઈનમેન્ટ જાહેર કરાતા રોજનું ૧૫ હજાર લીટર દૂધ દુધમંડળીમાં આવતુ બંધ થઈ ગયુ છે અને ખાનગી ડેરીઓમાં આવતુ પ હજાર લીટર દૂધ પણ બંધ થઈ જવા પામ્યુ છે. જેના કારણે પશુપાલકોની હાલત દયનીય જોવા મળી રહી છે અને લોકોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News