ડીસાનો યુવાન કર્ણાટકમાં ગુમ થતા પરિવારની હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 11:54:51
  • Views : 424
  • Modified Date : 2020-01-08 11:54:51

ડીસા શહેરમાં આવેલા લોધાવાસમાં મજુરી કરીને ગુજરાન ચલાવતા  ભીખાલાલનો એકનો એક  
પુત્ર મનોજભાઈ થોડા દિવસ અગાઉ ડીસાથી  એક ટ્રકમાં ડ્રાઇવર મનોજભાઈ ઠાકોર રહે. નવાવાસ ડીસા  સાથે કર્ણાટક તમિલનાડુ  ફરવા ગયેલ. જે દરમિયાન ભીખાલાલનો પુત્ર મનોજભાઈ અચાનક ગુમ થઈ જતા ટ્રક ડ્રાઈવર મનોજભાઈ ઠાકોર દ્વારા શોધખોળ કરાઈ હતી.
પરંતુ કોઈ ભાળ ના મળતા આખરે ટ્રક ડ્રાઈવર મનોજભાઈ ઠાકોર દ્વારા કર્ણાટક પોલીસને જાણ કરાઈ હતી અને મનોજભાઈ લોધાની  ગુમસુદાની નોંધ કરાવી હતી અને કોઇ પતો ન લાગતા આખરે ડીસા  આવીને  ટ્રક ડ્રાઈવર મનોજભાઈ ઠાકોરે મનોજભાઈ લોધાના
પરિવારને જાણ કરતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. જ્યારે મનોજભાઇના પરિવાર દ્વારા દીકરાની શોધખોળ કરવા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને બે મહિના અગાઉ લેખિતમાં જાણ કરાઈ હતી. પરંતુ બે મહિનાનો સમય વીતવા છતાં આજદિન સુધી ભીખાલાલના પુત્ર મનોજભાઈની કોઈ ભાળ ન મળતાં પરિવારજનો ચોંધાર આંસુએ  રડી રહ્યા છે. જ્યારે પરિવારનો એકનો એક પુત્ર ગુમ થતાં પરિવારજનોમાં મુશ્કેલી ઉભી થઈ છે. જ્યારે ગુમ થયેલા મનોજભાઈના પિતા એક પગે દિવ્યાંગ હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયુ છે. ભીખાલાલ લોધાનો પરિવાર ગરીબ હોઈ કોઈ જ સાભળતું નથી. દીકરાની શોધમાં માં દીકરાનો ફોટો લઈને  ઠેર-ઠેર સરકારી કચેરીઓમાં ન્યાય માટે ભટકી રહી છે. માતા-પિતા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં દીકરાની શોધ માટે રજૂઆત કરવા જાય તો કોઈ જવાબ આપવામાં આવતો નથી. જ્યારે દીકરાની શોધમાં  વ્યાજે પૈસા લાવીને પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ દિકરાની કોઈ  ભાળ આજદીન સુધી મળી નથી. મનોજભાઈની બહેન પણ ભાઈની શોધમાં સાસરેથી બે મહિનાથી  પોતાના માતા-પિતાને ઘેર આવીને  
માતા-પિતાને આશ્વાસન આપી રહી છે. ત્યારે લાચાર પરિવાર દીકરાની શોધમાં નિષ્ફળ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યો છે. જ્યારે દીકરાના માતા-પિતા દ્વારા પોલીસ પાસે માંગ કરવામાં આવી રહી છે, જે  ટ્રક ડ્રાઈવર મનોજભાઈ ઠાકોરને સાથે રાખીને પોલીસ દ્વારા મારા દીકરાને શોધખોળ કરવામાં આવે તો દીકરો અમોને પરત મળી શકે છે તેમ છે.  જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તાત્કાલિક અસરથી ગરીબ પરિવારને  વ્હારે આવીને પોલીસની એક ટીમ બનાવીને કર્ણાટક પોલીસ સાથે મળીને ગુમ થયેલા ભીખાભાઈ લોધાના દીકરા મનોજભાઈની શોધખોળ કરીને પોતાના પરિવાર સાથે મેળાપ કરાવે તેવી પરિવારજનોની માંગ છે.

Download Our B K News Today App



Related News