અજાપુર મોટા પ્રાથમિક શાળાની હાલત જર્જરીત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 11:59:37
  • Views : 438
  • Modified Date : 2019-08-29 11:59:37

અમીરગઢ તાલુકાનું અજાપુર મોટા ગામ અતિપછાત ગામ છે અને આદિવાસી પ્રજા વસવાટ કરતી હોવાથી શાળામાં આદિવાસી બાળકો અભ્યાસ કરે છે.
શાળાની મુલાકાત કરતા અજાપુર મોટા પ્રાથમિક શાળામાં કુલ પાંચ રૂમ છે. તે તમામ રૂમ જર્જરિત છે. જિલ્લા પંચાયત તરફથી ૧૯૫૮/૫૯માં ૧ રૂમનું
બાંધકામ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ૨૦૦૧/૦૨ તથા  ૨૦૦૩/૦૪માં બીજા રૂમો તાલુકા પંચાયત દ્વારા બનાવી  આપવામાં આવ્યા હતા. પરંતુ આ રૂમોમાં વરસાદમાં પાણી ટપકે છે. અને છત ઉપરથી સિમેન્ટની પોપડીઓ પડે છે. તો બાળકો કેવી રીતે ભણે તેમ છતા આ તમામ વેદના બાળકો સહન કરીને જીવના જાખમે અભ્યાસ કરતા નજરે પડ્યા હતા. ગુજરાતની રૂપાણી સરકાર અભ્યાસ માટે અનેક  યોજના બહાર પાડે છે તો અજાપુર મોટા પ્રાથમિક શાળાના નવિન ઓરડા માટે પણ એક યોજના બહાર પાડે જેના લીધે બાળકો નવિન ઓરડામાં ભયમુક્ત અભ્યાસ કરી શકે  આ બાબતે જિલ્લા પંચાયત પાલનપુર તથા તાલુકા પંચાયત અમીરગઢ શાળાની જાત મુલાકાત લઈ સત્વરે કાર્યવાહી કરે તેવી શાળામાં અભ્યાસ કરતા બાળકોની વિનંતી છે.

Download Our B K News Today App



Related News