સરહદ પર વસેલા અનેક ગામોમાં રહેતા લોકોની હાલત લોક ડાઉનથી બગડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 11:31:27
  • Views : 493
  • Modified Date : 2020-03-30 11:31:27

કોરોના વાઇરસને લીધે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજસ્થાનની સરહદ પર વસતા ગામોમાં કેવી દયનીય હાલત છે. તેનો ચિતાર  અંબાજીથી ૧૪ કિલોમીટર દૂર આવેલા ગામોમાં જાવા મળ્યો હતો. આ વિસ્તારના લોકો હજી પણ ૧૮મી સદીમાં જીવી રહ્યા છે. અંબાજીથી ૧૪ કિલોમીટર દુર પહાડોમાં આવેલું નળાફળી ગામ સુધી સરકારે પાકો રસ્તો બનાવ્યો છે પણ ત્યાંથી આગળ આવેલા ગામો સુધી કોઈ રસ્તો જોવા મળતો નથી. આ વિસ્તારના લોકોની સમસ્યા છે કે અમને રોજ ત્રણ-ચાર કિલોમીટર જંગલમાંથી ચાલતા ચાલતા
 પાકા રોડ સુધી આવવું પડે છે અને અહીંથી પછી અમને ૧૪ કિલોમીટર દૂર અંબાજી કરિયાણા લેવા જવું પડે છે. આ વિસ્તારમાં અમને લાઈટની સુવિધા નથી, પાકા રોડની સુવિધા નથી. અમને
પાણી માટે પણ દૂર દૂર સુધી જવું પડે છે. અમને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે છેક દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે. હાલમાં લોક ડાઉન હોઈ અમને કોઈ જ વાહન મળતું નથી.
નળાફળી ગામ પાસે હોસ્પિટલ સારવાર કરવા માટે ચાર પાંચ લોકો વાહનની રાહ જોઇને ઊભા હતા. પરંતુ લોક ડાઉન હોઈ આ લોકો દર્દીને ખભે બેસાડી રોડ સુધી લાવ્યા હતા. પરંતુ રાજસ્થાન સરકાર તરફથી કોઈજ સુવિધા ન મળવાને કારણે આ ગરીબ લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારના લોકોની સમસ્યા છે કે અમને વરસાદથી ભારે નુકસાન થયું છે અને અમને કરિયાણું લેવા માટે પણ દૂર દૂર સુધી જવું પડે છે. અમારે મુખ્ય સમસ્યા પાકા રોડ અને લાઈટની છે. અમારી સાથે ન્યાય સરકાર કરે તેવી અમારી માંગ છે.  જ્યારે અમે જોયું તો  અમુક નાના બાળકો તો જંગલમાં આવેલા નાના ફળ ખાઈ જીવન ગુજારતા જોવા મળ્યા હતા. હજી લોક ડાઉનનો સમય પૂરો થયો નથી ત્યારે આ વિસ્તારના લોકોની સમસ્યા ગેહલોત સરકાર દૂર કરે તેવી અમારી મુખ્ય માંગ છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.
અંબાજી પાસે પહાડો પર આવેલા કુકડા ફળી, નળા ફળી, ફાટી ધરતી જેવા અનેક ગામોમાં રહેતા ગરીબ લોકોની સફર હાલ લોક ડાઉનને કારણે થંભી ગઈ છે. ત્યારે રાજસ્થાન સરકાર આ લોકોની સમસ્યા જાણી યોગ્ય નિકાલ લાવે તેવી માંગ આ ગરીબ લોકો કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News