ડીસા શહેરના રસ્તાઓની હાલત બદતર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 12:26:55
  • Views : 421
  • Modified Date : 2019-10-04 12:26:55

ડીસામાં  વાહનચાલકો જો ભૂલથી બેધ્યાન થયા અને સ્લીપ ખાધી તો મસ્ક્યુલર પેઈન અને કમરના દુઃખાવાનો ભોગ બનવું પડશે. કારણ કે  ડીસાના બગીચા સર્કલથી બસ સ્ટેશન સુધી ૨૧  ખાડાઓ પડયા છે. જ્યારે ફુવારાથી ગાયત્રી મંદિરના માર્ગો પર ૨૫ ખાડાઓ જોવા મળ્યો છે.
વેપારી નગરી ડીસાના મુખ્ય રસ્તાઓની બિસ્માર હાલત છે. નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ મોન્સૂન અંગેની કામગીરી અને વાત કરવામાં આવી હતી. પરંતુ અનેક સોસાયટીઓ અને જાહેર માર્ગો જવાબ આપી રહયા છે કે કામગીરી કઈ રીતે કરવામાં આવી હતી. ડીસાના હાર્દસમા વિસ્તાર ગણાતા બગીચાથી નવા બસ સ્ટેશન સુધી અવરજવરના માર્ગે ૨૧ ખાડાઓ જોવા મળ્યા હતા. જ્યારે ફુવારાથી ગાયત્રી મંદિર સુધીના માર્ગે ૨૫ ખાડા જોવા મળ્યા હતા. જો વાહનચાલક ભૂલથી ખાડામાં પડયા તો મસ્ક્યુલર પેઈન તથા કમરના રોગથી પીડાઈ શકે છે. આ અંગે ડો.પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે જાહેર માર્ગ પર પડેલા ખાડાના કારણે કમરના દુઃખાવો તથા ચોમાસામાં વરસાદી પાણી ભરાતા રોગચાળો ફરી નીકળતા પાણીજન્ય રોગ થવાની સંભાવના છે.

Download Our B K News Today App



Related News