હું ડીસાના વોર્ડ નં. ૩ માંથી બોલું છું... સફાઈના નામે મીંડું, ભૂગર્ભ ગટરના કામમાં વેઠ ઉતારાઈ પરિણામે હાલાકી વધી ગઈ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:08:38
  • Views : 299
  • Modified Date : 2021-02-07 12:08:38

વોર્ડ નંબર ૩ ના મોટાભાગના વિસ્તારમાં ગટર અને તેના કનેક્શનને લઈને વધુ સમસ્યા જાેવા મળી હતી. જ્યાં રસ્તાના લેવલમાં અને ભૂગર્ભ ગટરની મુખ્ય ચેમ્બરના લેવલમાં તફાવત હોવાના કારણે લોકોને કનેક્શન આપવામાં મુશ્કેલી પડી રહી હતી. એટલે કે ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારી  અને વેઠ ઉતારવામાં આવી હોવાનું જાેવા મળ્યું હતું. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. જ્યારે વોર્ડમાં સફાઈની કામગીરીનો સદંતર અભાવ હોવાથી ગંદકીના કારણે લોકોની તંદુરસ્તી અંગે સવાલ ઉઠ્‌યા છે. ચૂંટાયેલા સદશ્યો અંગે પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News