હાલમાં હીરા ઉદ્યોગની હાલત જાણીને તમને વિશ્વાસ નહીં થાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 17:09:01
  • Views : 654
  • Modified Date : 2019-07-18 17:09:01

છેલ્લાં બે ત્રણ વર્ષથી આ હીરા ઉદ્યોગને જાણે મંદીનું ગ્રહણ લાગી ગયું છે. હીરા ઉદ્યોગની ચમક ફીકી પડી ગઈ છે અને તેના પર નભતા કારીગરો બેકાર બનવા લાગ્યા છે. ત્યારે કેવી કેવી છે હીરાની ચમક અને કેવા છે કારીગરોના હાલ જોઈએ આ અહેવાલમાં ડાયમન્ડ પોલિશિંગ માટે ફરતી આ ઘંટીઓ અને જીણી નજરે હીરા પારખતા આ કારીગરો આ નજારો આજે જેટલો દેખાય છે તેટલો ચમકદાર તો નથી જ રહ્યો. લાઈટની આ ઝાકમઝોળ અને ટ્રેમાં પડેલા આ હીરાની ચમક હવે કહેવા પૂરતી જ રહી ગઈ છે. એક સમયે રાજ્યના કરોડો પરિવારના જીવનમાં ચમક લાવનારો હીરા ઉદ્યોગ છેલ્લાં ત્રણ વર્ષથી ડચકાં ખાઈ રહ્યો છે. અનેક નાના-મોટા કારખાનેદારો પોતાનો વ્યવસાય બદલવા મજબૂર બન્યા છે. જેના કારણે તેના પર નભતા કારીગરો બેકારીના ભરડામાં આવી ગયા છે. એક અંદાજ  મુજબ છેલ્લાં નવ માસમાં કારખાનાઓ બંધ થઈ જવાનું પ્રમાણ વધ્યું છે. જ્યાં કારખાના ચાલું છે ત્યાં અડધા સ્ટાફથી કામ ચલાવાય છે. અને જે કારીગરો કામ કરી રહ્યા છે તેમના પગારમા અડઘો અડધ ઘટાડો કરાયો છે. હીરા ઉદ્યોગ પર મંદીના છવાયા ઘેરા વાદળોહીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તજજ્ઞોનું કહેવું છે કે, ગોલ્ડ પર ડયૂટી વધારવાના  કારણે જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટમાં 16.26 ટકાનો ધટાડો નોધાયો છે. તો કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં નિકાસમાં 19.38 ટકા ઘટાડો નોંધાયો છે. તો ગત વર્ષે  ક્રિસ્ટમસ અને ચાઈનીઝ ન્યૂયર દરમિયાન થયેલી અપૂરતી ખરીદીની પણ અસર દેખાઈ રહી છે. જેના કારણે હીરા ઉદ્યોગ પર મંદીના એવા તો ઘેરા વાદળો છવાઈ ગયા છે કે, કારીગરોને પૂરતી રોજગારીના પ્રકાશનું કિરણ ક્યાંય શોધ્યુ જડતું નથી. આ મંદીના માહોલના  કારણે જ ડાયમન્ડ વર્કર યુનિયન સમક્ષ 10 દિવસમાં 13 હજાર જેટલા રત્નકલાકારોએ નોંધણી કરાવી છે.  અનેક કારીગરોનું ભવિષ્ય અંધકારમયમંદીને કારણે અનેક કારખાને દારો રાતોરાત કારખાના બંધ કરીને જતા રહ્યા હોવાના  બનાવો પણ સામે આવ્યા છે. કેટલાક કારખાનેદારો રાતોરાત ખાતું બંધ કરી પલાયન થઈ જતા તેના કારીગરો છેલ્લાં એક મહિનાના વેતનથી વંચિત છે. તેમને એક તરફ ગત મહિનાનું વેતન નથી મળ્યુ તો બીજી તરફ બીજા કોઈ કારખાને હાલ કામ મળી શકે તેવી સ્થિતિ નથી. જેના કારણે અનેક કારીગરોનું ભવિષ્ય અંધકારમય થઇ ગયું છે સૂરત ના કાપોદ્રા ખાતે આવેલી દશારામ ડાયમંડ કંપનીમાં કામ કરતા 90 જેટલા કામદારો બેકાર બન્યા છે  કેમ કે, તેમના માલિક ભાવેશભાઈ રાતોરાત ખાતું બંધ કરી જતા રહ્યા છે અને આ તરફ કારીગરોના વેતનનું  5 લાખનું ચૂકવણું અદ્ધરતાલ છે.એક સમયે સરકારી નોકરી છોડી  ડાયમન્ડ વ્યવસાયમાં આવી જવાનું મન થાય  તેવી ચમક દમક ધરાવતો  આ વ્યવસાય આજે  જવાબ દઈ ચૂક્યો છે અને તેના કારણે અનેક કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. પરંતુ જેને એકવાર હીરાવ્યવસાયનો સ્વાદ ચાખ્યો છે તે બીજા વ્યવસાયમાં કઈ રીતે સેટ થઈ શકશે તે પણ એક સવાલ છે.    


Download Our B K News Today App



Related News