વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 15:58:04
  • Views : 79
  • Modified Date : 2024-03-02 15:58:04

રાજ્યના હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહીનુસાર સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. કરા સાથે કમોસમી વરસાદ કેટલાક વિસ્તારોમાં નોંધાયો હતો. વડાલી અને ઇડર વિસ્તારમાં કરા વરસ્યા હોવાના સમાચાર છે. જમીન અને મકાનોની છતમાં પણ કરાંના થર જમા થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા.ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાકની લણણી સમયે કમોસમી વરસાદ વરસતા નુકસાની જવાની ભીતિ સર્જાઈ છે. ઘઉં, વરિયાળી, શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News