રાટીલા-પાલડી વચ્ચે બાવળનું ઝાડ પડતા હાઇવે બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 11:45:19
  • Views : 456
  • Modified Date : 2019-05-09 11:45:19

દિયોદર તાલુકાના જેતડા હાઈવે પર બાવળનું મોટું ઝાડ પડી જવા પામ્યું હતું. ઝાડ પડયું તે સમયે કોઈ વાહન પસાર થયું ન હતું આથી મોટી જાનહાની ટળી હતી.
જેતડા-દિયોદર હાઇવે પર જાખમી વૃક્ષો આવેલા છે. આ હાઈવે પરથી સેંકડો વાહનો પસાર થાય છે. આ જાખમી ઝાડ કયારેક કોઈ વાહન પર પડશે તો મોટી જાનહાની થાય તેવુ લાગી રહ્યું છે. ત્યારે ગતરોજ બપોરના સમયે બાવળનું જાખમી ઝાડ  પડી જવા પામ્યું હતું. સદ્‌નસીબે ઝાડ પડયું તે સમયે કોઈ વાહન પસાર થયું ન હતું. નહીંતર મોટી જાન હાની થાત.  ઝાડ પડયું તેના થોડાં સમય પહેલાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી ત્યાંથી નીકળ્યા હતા. ઝાડ પડતા દિયોદરથી જેતડાનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. આ બાબતે એસ.ઓ. દિલીપભાઈ ગજ્જરને જાણ કરવામાં આવી હતી અને સત્વરે હાઈવે ચાલુ કરાવવા સૂચનાઓ આપી હતી.

Download Our B K News Today App



Related News