ડીસા પાલનપુર હાઈવે ઉપર ટ્રેલર પલ્ટી મારતાં હાઈવે થયો બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-19 11:48:38
  • Views : 749
  • Modified Date : 2020-07-19 11:48:38

પાલનપુર-ડીસા હાઈવે ઉપર જોડના પાટીયા નજીક વહેલી સવારે કંડલાથી પાલનપુર તરફ જઈ રહેલ ટ્રેલર પલ્ટી મારતાં બંન્ને સાઈડ નો હાઈવે બંધ થઈ જવા પામ્યો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટના સ્થળેથી જાણવા મળ્યા મુજબ કંડલાથી પાલનપુર તરફ કોલસી ભરીને એક ટ્રેલર જઈ રહ્યુ હતુ તે દરમિયાન
પાલનપુર નજીક જોડના પુરા એસટી પીકઅપ સ્ટેન્ડ નજીક ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં ટ્રેલર પલ્ટીમારી રોડની સામેની સાઈડ સુધી પહોંચી ગયુ હતુ તેથી સમગ્ર હાઈવે બંધ થઈ જવા પામ્યો હતો અને વાહનોની લાંબીલાંબી કતારો જોવા મળી હતી. ત્યારે બે ક્રેન અને એક જેસીબીની મદદ લઈ ટ્રેલરને હાઈવે પરથી હટાવી કોલસીને પણ હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો જોકે સદનસીબે ટ્રેલરના આગળ પાછળ કોઈ વાહનના હોઈ મોટી જાનહાની ટળી હતી.

Download Our B K News Today App



Related News