ધાનેરાના વેપારીઓએ હાઇવે બંધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 11:06:23
  • Views : 449
  • Modified Date : 2020-12-17 11:06:23

ધાનેરામાં છેલ્લા ત્રણ વર્ષથી પુલ બનાવવાની કામગીરી ચાલે છે અને આ પુલનું કામ ગોકળગતીએ ચાલતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અને તેમાં પણ હાઇવે ઉપરની દુકાનો આગળ ખોદકામ કરીને માટી નાંખવામાં આવતા
વેપારીઓના ધંધા બંધ થતાં હાઇવે ચક્કાજામ કર્યો હતો અને પોલીસે મામલો થાળે પાડતા એક કલાકે હાઇવે ચાલુ થયો હતો.
ધાનેરા ખાતે રેલ્વે ટેક ઉપર પુલ બનાવવા માટે ત્રણ વર્ષ અગાઉ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. અને આ કામગીરી એટલી ધીમી છે કે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. મંગળવારે પુલની દિવાલો બનાવવાની કામગીરી માટે ખોદકામ કરવામાં આવેલ અને તે રેતી દુકાનો આગળ નાંખવામાં આવતા રસ્તાઓ બંધ થઈ જતાં વેપારીઓને પોતાની દુકાનમાં જવા માટે કોઇ જગ્યા ન હોવાથી કોન્ટ્રાકટરને જાણ કરવામાં આવતા કોન્ટ્રાકટર દ્વારા વેપારીઓ સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરવામાં આવતા
વેપારીઓએ આ બાબતે નેસનલ હાઇવેના અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ તેમના દ્વારા
પણ સંતોષ કારક જવાબ ના મળતા બુધવારે સાંજના સુમારે તમામ વેપારીઓએ ભેગા મળીને મુખ્ય હાઇવે ઉપર બેસી ગયા હતા અને જે ખોદકામ કરતા હતા તે સાધનોને પણ ભગાડી મુક્યા હતા. અને રસ્તો બ્લોક કરી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી. અને આ જાણ ધાનેરા પોલીસને થતાં પોલીસે આવીને વેપારીઓને સમજાવ્યા હતા અને રસ્તા ખુલ્લો કરાવતા રસ્તો એક કલાકે ટ્રાફિક થાળે
પડ્યો હતો.

Download Our B K News Today App



Related News