કાંકરેજના ડુંગરાસણ-માનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:50:29
  • Views : 504
  • Modified Date : 2020-12-02 11:50:29

કાંકરેજના ડુંગરાસણ-
માનપુર વચ્ચે નેશનલ હાઇવે
પર રોડની સાઇડમાં ઉભેલાં ટ્રેલરને ટ્રક ચાલકે પાછળથી ટકકર મારતાં અકસ્માત સર્જાયો હતો.
કાંકરેજ તાલુકાના શિહોરી-થરા નેશનલ હાઇવે પર અકસ્માત  થવાનો સિલસિલો યથાવત રહ્યો છે.  મંગળવારે સવારે નેશનલ હાઇવે પર આવેલ ડુંગરાસણ અને માનપુર વચ્ચે સવારે પાલનપુરથી
રાધનપુર તરફ જઇ રહેલ ટ્રકચાલકે રોડ ઉપર સાઇડમાં ઉભેલાં ટ્રેલરને
પાછળથી ટકકર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકના આગળના ભાગને મોટુ નુકશાન થયુ હતું. ડ્રાયવર-કંડકટરને ઇજાઓ થતાં  સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. વારંવાર રોડ ખરાબીને કારણે પણ અકસ્માત થાય છે. નેશનલ હાઇવે ઓથોરીટીવાળા સત્વરે રોડ રીપેરીંગ કરે તેવી માંગ છે.

Download Our B K News Today App



Related News