પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માત ઃ બેના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-20 11:48:47
  • Views : 924
  • Modified Date : 2020-06-20 11:48:47

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે
બપોરના ૧૨ વાગ્યાના સુમારે ડમ્પર નં. જીજે ૨ વીવી ૭૪૯૫ નો ચાલક પોતાનું ડમ્પર લઈ બાદરપુરા ખાતે આવેલી ડ્‌યુક કંપનીમાં પીવીસી પાવડર ખાલી કરી પાલનપુર જવા માટે સર્વીસ રોડથી મેઈન હાઈવે ઉપર જવા જતા પાછળથી આવતી એક ઈકો ગાડી જીજે ૦૬ જેઇ ૬૧૧૪ નંબરની પુરઝડપે આવી ડમ્પરના પાછળના ભાગે ટક્કર મારતા ઈકો ચાલકને ગંભીર ઈજાઓ થતા તેનુ ઘટનાસ્થળે જ મોત થયુ હતુ અને ઈકો ગાડીમાં બેસેલા બીજા ચાર વ્યકિતઓને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા ગઢ
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને ધાયલ થયેલા વ્યકિતઓમાં એક વ્યકિતને ગંભીર ઈજાઓ થયેલ હોઈ સારવાર દરમિયાન તેનુ
પણ કરુણ મોત નિપજ્યુ હતુ. અન્ય ત્રણ લોકોની સારવાર
પાલનપુર સિવિલ ખાતે ચાલુ છે.
આ અંગેની ફરિયાદ ડમ્પર ચાલકે ગઢ પોલીસ મથકે નોંધાવતા ગઢ પોલીસે ઈકો ગાડી ચાલક વિરુધ્ધ ગુનો નોંધી મૃતકોના મૃતદેહનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ એએસઆઈ રાજેન્દ્રસિંહ ચલાવી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News