પાલનપુરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર ૪૦ ગાબડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:59:31
  • Views : 503
  • Modified Date : 2019-08-18 11:59:31

પાલનપુરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર છેલ્લાં બે દિવસ અગાઉ પડેલા ધોધમાર વરસાદના કારણે ૪૦ જેટલા ગાબડા પડી ગયા છે. પરિણામે અહીંથી રાજસ્થાન અને અમદાવાદ- ડીસા જતાં વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ સતાવી રહી છે. તંત્ર દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બે દિવસ અગાઉ પાલનપુરમાં ૪૮ કલાકમાં ૪ ઇંચ ઉપરાંત વરસાદ પડયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો વરસાદે કેટલાક સ્થળે તંત્રની પોલ પણ ખોલી નાખી હતી. જ્યાં શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર પણ ઠેર ઠેર ગાબડા પડી જવા પામ્યા હતા. આબુરોડને જોડતાં નેશનલ હાઇવે ઉપર બિહારીબાગ નજીક ૪૦ ઉપરાંત ગાબડાં પડી જતાં હાઈવેની હાલત જર્જરિત થઈ ગઈ છે. પરિણામે અહીંથી રાજસ્થાન અને
અમદાવાદ- ડીસા જતાં વાહન ચાલકોને સતત અકસ્માતની ભીતિ સતાવી રહી છે. તંત્ર દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News