નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બીજા રાઉન્ડમાં હાઇવેના દબાણો હટાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:04:56
  • Views : 1714
  • Modified Date : 2021-01-01 11:04:56

થરાદ ખાતે માર્કેટયાર્ડથી કરીને થરાદ રેફરલ હોસ્પિટલ ઉપર આવેલા નેશનલ હાઈવેની બન્ને બાજુમાં વેપારીઓ દ્વારા
પોતાના માલસામાનનો ખડકલો કર્યો હતો. તેમજ નાના
વેપારીઓએ પોતાના કેબીન નાંખી ધંધો ચલાવતા હતા પરંતુ આવી રીતે કરવાથી માર્ગ નેશનલ હાઈવે હોવાથી માર્ગ
ઉપર ભારે વાહનો તેમજ કસ્ટમના વાહનો ચાલવાથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને અકસ્માતના બનાવોમાં વધારો જાેવા મળતો હતો. ત્યારે હાઈવે ઓથોરિટીની જગ્યામાં વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા છે.  તે ધ્યાને લઇને થરાદ કલેકટર વી.સી. બોડાણાએ મામલતદારને સાથે રાખી નગરપાલિકા તેમજ હાઇવે ઓથોરિટીની હાજરીમાં મીટિંગ યોજી હતી. હાઇવે ઓથોરિટી દ્વારા તમામ વેપારીઓને  દબાણ હટાવવા  નોટિસ આપવામાં આવી હતી.  બાકી રહેતા દબાણકારોને ફરીથી નોટિસ આપી હતી અને હાઈવે ઓથોરિટી અધિકારી સી.જી.
પટેલ, નાયબ કલેકટર વી.સી.બોડાણા, મામલતદાર દિલીપભાઈ દરજી,
નગરપાલિકા  ચીફ ઓફિસર
પંકજ બારોટ, સર્કલ હિતેશભાઈ ભરવાડ અને પોલીસના કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.    હાઈવે રોડની બંને બાજુની જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News