ઝેરડા-પાંથવાડા હાઇવે પર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 12:09:13
  • Views : 964
  • Modified Date : 2020-07-25 12:09:13

ઝેરડા-પંથાવાડા હાઈવેર પર સવારના ચાર વાગ્યાના સુમારે રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેલરના ડ્રાઈવરને ઉઘનું જોકુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકો ધડાકો સાંભળી દોડી આવ્યા હતા.  લોકોની મદદથી બંન્ને  ગાડીઓમાંથી ડ્રાયવર અને કંડક્ટરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા હતા.
ધાનેરા ગ્રામિણ વિસ્તારની ડેરીઓમાંથી દૂધ એકઠું કરી બનાસ ડેરીનું ટેન્કર ધનેરાથી બનાસ ડેરી પાલનપુર ખાતે જઇ રહ્યું હતું. ત્યારે સામેથી રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેલર વિરોણા મહાદેવ હોટલ
પાસે સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં રણજીત ટોલ ટેક્સના કર્મચારીઓ દોડી આવ્યા હતા. ટોલ ટેક્સના
સુપરવાઈઝર વિક્રમસિંહ વાધેલા, ઝેરડા ઓપી પોલીસ સ્ટેશનન જમાદાર દેવાભાઈ અને એસ.આઈ. પરેશભાઈ મધુસુદનસિંહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બન્ને  ગાડીઓમાં આગ લાગતા  ફાયરની મદદ લીધી હતી. ઘાયલ ડ્રાયવર-કંડકટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી  એ.એસ.આઈ. પરેશભાઈ  ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News