બનાસકાંઠાના મહેસુલીકર્મીઓએ પડતર માંગણીઓ મુદ્દે ઉગામ્યું હડતાળનું શસ્ત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 12:05:45
  • Views : 366
  • Modified Date : 2019-12-11 12:05:45

સરહદી બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ પણ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલથી વહીવટ ખોરવાશે અને
અરજદારો પણ અટવાશે. બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પણ સોમવારે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ કર્મચારીઓની માગણીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે. વારંવાર સરકાર પાસે રજૂઆતો પણ કરી છે. અગાઉ પણ સરકારે આ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ તેમના પ્રશ્નો ન ઉકેલાતા આજે મહેસુલ વિભાગના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનો માર્ગ અપનાવ્યો હોવાનું જિલ્લા મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ હરિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News