મેડિકલ કોલેજના ૧૫૦ ઇન્ટર્ન તબીબ હડતાળમાં જાેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 11:36:28
  • Views : 277
  • Modified Date : 2020-12-15 11:36:28

કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. સરકાર દ્વારા ઓછું સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોવાને લઈને હડતાલ પાડવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર મેડીકલ કોલેજના તબીબ પણ હડતાલમાં જાેડાયા હતા. ૧૫૦ જેટલા ઇન્ટર્ન તબીબ દ્વારા હડતાલ
પાડવામાં આવી હતી. મેડિકલ કોલેજ દ્વારા આ તબીબો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
કોરોના કાળમાં અનેક જગ્યાએ સેવાના ધોધ વહેતા થયા હતા. તબીબોની સેવાને સરકાર અને સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્રો આપીને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. ત્યારે તબીબ બનીને સેવા આપે તે પહેલા ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર દ્વારા  સોમવારે હડતાલ પાડવામાં આવી હતી. અચોક્કસ મુદત માટે હડતાલ
પાડવામાં આવી છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછું સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર મેડીકલ કોલેજના ૧૫૦ ઇન્ટર્ન તબીબ જાેડાયા હતા.
બીજી તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, હડતાલ પાડી ને સરકારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ તેમના માટે જ નુકસાનકારક છે. હડતાળ
પાછી ખેંચવા માટે અમે અનુરોધ કરીએ છીએ નહીં તો આ તમામ તબીબોની ગેરહાજરી પુરવામાં આવશે. તબીબ તરીકે સેવા આપતા
પહેલા ઇન્ટર્ન પૂરી કરવી જરૂરી છે. જાે આ તબીબો વડતાલ
પાછી નહીં ખેંચે તો
પીજીની પરીક્ષા પણ આપી શકશે નહીં.

Download Our B K News Today App



Related News