સિદ્ધપુર ન‹સગ કોલેજમાં વિદ્યાર્થીઓની હડતાલ યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 12:08:15
  • Views : 435
  • Modified Date : 2019-11-20 12:08:15

સિધ્ધપુરની સરકારી ન‹સગ કોલેજમાં પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ દ્વારા અચાનક જમવાનો કોન્ટ્રાકટ કમિશન તેમજ તેની લંપટગીરીને લઈને ન‹સગ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છવાયો છે. જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ દિવસે ભૂખ હડતાલ પર બેસી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના ગેટે પ્રિન્સિપાલ હટાવોના બેનરો લગાવી વિરોધ કર્યો હતો. ત્યારે પ્રિન્સપાલે પણ પોતાની બીમારીનું બહાનું કાઢી કોલેજ ના આવતા આ ઘટનાને લઈને મામલો ઉગ્ર બન્યો છે.
આ સમગ્ર ઘટનાને લઈને હવે  વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છવાયો છે. ત્યારે હવે આ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલની અનેક લંપટ લીલાઓ બહાર આવી રહી છે. મહેન્દ્ર પટેલ દ્વારા સિદ્ધપુર ન‹સગ કોલેજની વિદ્યાર્થીની સાથે જેવું વર્તન કર્યું હતું તેવું વર્તન અગાઉ અમદાવાદની અને જામનગરની ન‹સગ કોલેજમાં પણ કર્યુ હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. આ ઘટનાને લઈ સિદ્ધપુર ન‹સગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા
પોસ્ટરો લગાવી વિરોધ કરવામાં આવ્યો છે આ
પોસ્ટરોમાં પ્રિન્સિપાલ હટાવો કોલેજ બચાવો...બહેન દીકરીઓને પરેશાન કરવા વાળાને જૂતા મારો... દાદાગીરી અને ધમકી આપતા પ્રિન્સપાલને હટાવો... તાનાશાહી નહિ ચલેગી...જેવા પોસ્ટરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો જોકે વિદ્યાર્થીઓએ બીજા દિવસે અભ્યાસ ના બગડે તે માટે હડતાલ અને અભ્યાસ બન્ને ચાલુ રાખ્યા હતા.

Download Our B K News Today App



Related News