મહેસુલી કર્મચારીઓની હડતાલની ચિમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 11:59:47
  • Views : 410
  • Modified Date : 2019-11-28 11:59:47

રાજ્યમાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ દ્વારા આજથી હડતાલનો બીજો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. ૧૬ ઓગસ્ટ સુધી મંડળ દ્વારા પાંચ વખત આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. પરંતુ તેનું નિરાકરણ નહીં આવતા આજથી બાયો ચડાવવામાં આવી છે. મંડળના પ્રવક્તા લતાબેન પરમારે કહ્યુ કે, મહેસૂલી કર્મચારીઓના અલગ-અલગ ૧૭ જેટલા પ્રશ્નો લઇને અગાઉ રજૂઆતો કરી હતી. પરંતુ અમારા પ્રશ્નો સામે આંખ આડા કાન કરવામાં આવતા આજથી “
આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે.
રાજ્યમાં સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને અનેકવખત સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની સમસ્યા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. રાજ્ય કર્મચારી મહામંડળ હોય તે બોર્ડ નિગમ કર્મચારી મંડળ અનેકવખત રજૂઆતો કરી ચૂકી છે. ત્યારે મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા
પણ હવે સરકાર સામે લડી લેવાનો નિર્ણય કરી લીધો છે. ૧૬ ઓગસ્ટના રોજ આપવામાં આવેલ. અચોક્કસ મુદતની હડતાલની ચીમકીને લઈને સરકાર દ્વારા વાટાઘાટો કરવામાં આવી હતી. પરંતુ માત્ર વાતો પૂરતી જ સીમીત રહી ગઈ હતી કર્મચારીઓને ઉલ્લુ બનાવ્યાનો અહેસાસ થયો હતો. જેને લઇને આજથી આંદોલનનો બીજો અધ્યાય શરૂ કર્યો  છે.
ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રતિનિધિ લતાબેન પરમારે કહ્યુ કે, મહેસૂલી કર્મચારીઓના ૧૭ જેટલા પ્રશ્નો લઈને અનેકવખત રજૂઆતો કરી છે. છેલ્લે સરકારે અમારી સાથે વાટાઘાટો કરી હતી, પરંતુ તે પરિણામ આપી શક્યા ન હતા. કર્મચારીઓને માત્ર ભૂત બનાવવામાં આવ્યા હોય તેવું ફલિત થઇ રહ્યુ છે. તેને લઈને આજથી ગુજરાત રાજ્યની તમામ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ આંદોલન કરશે. જેમાં તમામ કર્મચારીઓ માત્ર ઓફિસ સમય સુધી જ કામગીરી કરશે. ત્યારબાદ કોઈ પ્રકારની વધારાની કામગીરી કરશે નહીં. સરકાર જ્યાં સુધી અમારી વાટાઘાટોને પરિણામ સુધી નહીં પહોંચાડે ત્યાં સુધી કર્મચારીઓ આંદોલનના માર્ગે ચાલ્યા રહેશે.

Download Our B K News Today App



Related News