બનાસકાંઠાના મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદત્તની હડતાલની ચિમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 11:32:58
  • Views : 481
  • Modified Date : 2019-08-27 11:32:58

બનાસકાંઠા જિલ્લાના મહેસુલી કર્મચારીઓ દ્વારા
પોતાના પડતર પ્રશ્નોનો કોઇ ઉકેલ ન આવતાં સોમવારે
પાલનપુર ખાતે કલેકટર કચેરીએ રેલી યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો માંગણી નહી સંતોષાય તો આગામી સમયમાં અચોક્કસ મુદત્તની હડતાલ ઉપર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા મહેસુલી કર્મચારી મહામંડળના આદેશથી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઇ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર, ધરણાં સહિત કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં મહેસુલી કર્મચારીઓની માંગણી સંતોષવામાં ન આવતા સોમવારે કર્મચારીઓ દ્વારા પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મુખ્ય ગેટથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. જેમાં જોડાયેલા ૧૫૦ થી વધુ કર્મચારીઓએ હમારી માંગે પુરી કરો જેવા સુત્રોચ્ચાર બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેના
પગલે કલેકટર કચેરીના સંકુલમાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે ભારે આક્રોશ સાથે કર્મચારીઓએ જણાવ્યું હતું. કે, અમારી માંગણી નહી સંતોષાય તો આગામી દિવસોમાં મહામંડળના આદેશ અનુસાર તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ કરી સરકાર સામે બાંયો ચડાવી વિરોધ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News