૨૭ થી ૩૦ ડિસેમ્બર રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 11:53:11
  • Views : 330
  • Modified Date : 2020-12-27 11:53:11

ગુજરાતીઓ ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જાેર વધશે. ૨૭થી ૩૦ ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો
ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર ગુજરાતમાં વઘુત્તમ
તાપમાન ૭ ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ૮ ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે.
ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે. ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સતત બીજા દિવસે ૮ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નલિયામાં તો પારો ગગડીને ૩.૮ ડિગ્રી પહોંચી ગયો હતો. રાજ્યના તમામ મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો અનુંભવાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ૨૭થી ૩૦ ડિસેમ્બર સુધીમાં હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે પણ અમદાવાદમાં ૨૭ ડિસેમ્બર ૩૦ ડિસેમ્બર સુધી અમદાવાદી સહિત સમગ્ર ગુજરાતના લોકોને ટાઢમાં થથરાવું પડી શકે છે.
આગામી ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે, જેથી લોકો ફરી એકવાર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News