રોટરી ક્લબ ડીસા દ્વારા શ્રમજીવી વિસ્તારમાં જ્ઞાનયજ્ઞ કાર્યક્રમ યોજવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-14 11:23:36
  • Views : 251
  • Modified Date : 2021-09-14 11:23:36

      ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ ડીસા દ્વારા શ્રમજીવી વિસ્તારમાં જ્ઞાનયજ્ઞ યોજાયો હતો.ડીસા ખાતે રોટરી ક્લબ દ્વારા શિક્ષણ,સંસ્કાર અને સેવા ના ત્રિવેણી સંગમ સમાન રોટરી ક્લબ ડીસા દ્વારા ડીસા ના છેવાડા ના માનવી સુધી પહોંચી લોકો ને જરૂરી અક્ષર જ્ઞાન મળી રહે તેવા ઉદ્દેશ થી ૨૦ વર્ષ થી વધુ ઉંમરના લોકો માટે ઇન્દિરા નગર વિસ્તાર ની પ્રાથમિક શાળા માં એડલ્ટ લીટરસી વર્ગ ની શરૂઆત કરવામાં આવી છે. સંજોગોવસાત ના ભણી શકેલ વ્યક્તિઓ પોતાનો વ્યવહાર સારી રીતે ચલાવી શકે તેવા શુભ ઉદ્દેશ થી રોટરી ક્લબ ડીસા દ્વારા પ્રાથમિક શિક્ષક ની વ્યવસ્થા કરી આવા ભાઈ બહેનો ને ભણાવવામાં આવશે.આ એડલ્ટ લીટરસી પ્રોજેક્ટની રોટરી ક્લબ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૩૦ ભાઈઓ - બહેનો હાજર હતા .રોટરી ઇન્ટરનેશનલ ના ભારતીય પ્રેસિડેન્ટ  શ્રી શેખર મહેતા સાહેબ ના આ ડ્રીમ પ્રોજેકટ ને સફળ બનાવવા માટે ટીચ ચેરમેને શ્રી રો.વિક્રમભાઈ ઠક્કર,પ્રોજેક્ટ ચેરમેન રો.નટુભાઈ પટેલ,રો. લીલાધર ભાઈ ઠક્કર,રો. કિશોર ભાઈ સહિત મનોજભાઈ ત્રિવેદી રો. પ્રમોદ ઠક્કર તેમજ રોટરી ક્લબ ડીસા ના ડાયનેમિક પ્રમુખ રો.ડો. પ્રવિણભાઇ તેમજ સેક્રેટરી ડો ગોપાલભાઈ જોશી ની ટીમ ખૂબ જ સુંદર પ્રયત્ન કરી રહી છે. ઉત્સાહી શિક્ષક શ્રી પ્રવિણભાઈ બારોટ દ્વારા ખૂબ જ સરળ ભાષા માં લાભાર્થી ઓ ને શિક્ષણ આપવામાં આવે છે ઈન્દિરા નગર ના વધુ માં વધુ  લોકો આ પ્રોજેકટ નો લાભ લે એના માટે આસિસ્ટન્ટ ગવર્નરશ્રી શાંતિભાઈ ઠક્કર તરફથી અપીલ કરવામાં આવે છે.દરરોજ રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી ઈન્દિરા નગર પ્રાથમિક શાળા માં આ વર્ગ ચલાવવા માં આવશે.

Download Our B K News Today App



Related News