કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા, ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:00:40
  • Views : 73
  • Modified Date : 2024-03-02 14:00:40

ગુજરાતમાં આકાશી આફતની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે.ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનની થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. અંજાર-ગાંધીધામ મુન્દ્રા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તમામ યાર્ડ એલર્ટ મોડમાં આવી ગયા છે અને ખેડૂતોને પોતાનો પાક સેલ્ટરમાં રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર, માર્ચ મહિનાની શરૂઆતના દિવસ એટલે કે 1 માર્ચ અને 2 માર્ચે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારો માટે પણ ચેતવણીની જાહેરાત કરતા કહ્યું છે કે, આગામી 1 માર્ચ થી 5 માર્ચ માછીમારોએ દરિયો ન ખેડવો, દરિયામાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત સહિત ઉત્તર ભારત સહિત, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી રહેવાની સંભાવના છે.

Download Our B K News Today App



Related News