મહંત કે.ડી.આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં ગુરૂવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 11:02:28
  • Views : 507
  • Modified Date : 2019-07-14 11:02:28

ભારતીય સંસ્કૃતિના અનોખા પર્વ એવા ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી ભારત વિકાસ પરિષદ દ્વારા મહંત કે.ડી આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં ગુરૂવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ થકી કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં રામપુરા મઠના કારભારી તથા સંસ્કાર મંડળ રામપુરા મેનેજીંગ ટ્રસ્ટી
પુ.નિર્મલપુરીજી સ્વામીની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ પઢિયાર માલગઢની પણ વિશેષ
ઉપસ્થિતિ રહી હતી. ભારત વિકાસ પરિષદના પ્રમુખ અમૃતભાઇ  પઢીયારે કાર્યક્રમના ઉદ્દેશ વિશે માહિતી આપી હતી. જ્યારે જયેશભાઈ  દેસાઇએ ભારત વિકાસ પરિષદ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓની જાણકારી આપી હતી. ડો. જગદીશ ભાઈ ઠક્કર દ્વારા પણ સંપૂર્ણ વંદેમાતરમ ગાનની ભાવવાહી રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ડીસાના અગ્રણી સદસ્ય શાંતિભાઈ જોષી પ્રમોદભાઇ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષક  હિતેશભાઈ પટેલ શાળાના
તેજસ્વી છાત્રા ચૌધરી ભાવનાબેન તથા પિન્ટુભાઈ પ્રજાપતિનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુ ભક્તિના ભજન ગીત તથા તમામ ગુરૂજીનું પુજન થકી સમગ્ર  કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિને પોષક બની રહ્યો હતો. શાળાના આચાર્ય  જે.એચ. ઠક્કર તથા આમંત્રિત મહેમાનો એ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક એમ.વી. ગુર્જરે કર્યુ  હતું.

Download Our B K News Today App



Related News