કોરોના મહામારી વચ્ચે આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે રામપુરા મઠમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 11:57:01
  • Views : 281
  • Modified Date : 2021-07-25 11:57:01

     ડીસા તાલુકામાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર ગુરૂ મહિમા, ગુરૂ પૂજન અને ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો દ્વારા ધાર્મિક સ્થળોએ શ્રધ્ધાનો માહોલ સર્જાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે ગુરૂપૂર્ણિમા તહેવાર સાદાઈથી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે  ડીસા-થરાદ હાઈવે રોડ પર આવેલ રામપુરા મઠ ખાતે પણ મહંત શ્રી રૂપપુરીજી મહારાજ અને માતાજી નિર્મળાપુરીજીના સાંનિધ્યમાં ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભક્તો સોશિયલ ડિસ્ટનશ, માસ્ક અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થે ઉમટયા હતા. 

     ડીસા શહેર નજીક આવેલ રામપુરામાં ઓગડનાથજીના મઠ (જાગીર) સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં પ્રસિધ્ધ છે. શિવ-સાક્ષાત્કારી શ્રી  રામપુરીજી મહારાજ સ્થાપિત મઠમાં અત્યારે ગાદીપતિ તરીકે મહંત રૂપપુરી મહારાજ અને કુશળ વહીવટકર્તા તરીકે પૂજય નિર્મલપુરી માતાજી મઠનો કારોબારી સંભાળી રહ્યા છે. અહીં ભારતીય સંસ્કૃતિના અનેરા પર્વ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી પણ ભાવિક ભકતો દ્વારા દર વર્ષે ધામધૂમપૂર્વક કરવામાં આવે છે.  જેમાં દૂર દૂરથી  સંતો, ભકતો, શ્રધ્ધાળુઓ તેમજ ધર્મપ્રેમી જનતાએ મહંત રૂપપુરીજી ગુરૂ કૈલાશપુરી મહારાજ અને પૂ.નિર્મલપુરી ગુરૂ મથુરાપુરીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. બંને સંત વિભૂતિઓએ  ભકતજનોને આશીર્વચન પાઠવ્યા હતા. ભકતજનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક સાથે ભાવિ ભક્તોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

Download Our B K News Today App



Related News