ગુરૂ બ્રાહ્મણ સમાજ બાર પાદર પરગણાની બેઠક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:28:59
  • Views : 570
  • Modified Date : 2019-04-23 05:28:59

ગુરુ બ્રાહ્મણ સમાજ  બાર પાદર પરગણાની બેઠક જુના શેભર ગોગ મહારાજના સાનિધ્યમાં તા ૨૧/૪/૨૦૧૯ ને રવિવારના મુકુલભાઈ કટારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.જેમાં બાર પાદર પરગણાના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બારપાદર પરગણાની મીટિંગની  શરૂઆત  મુકુલભાઈ કટારિયા દ્વારા એજન્ડા સાથે શરૂ કરી હતી. બાર પાદર પરગણામાં શિક્ષણની યોગ્ય દિશા નક્કી કરવી, વિધવા બહેનોને આર્થિક મદદ કરવા વિચારણા કરાઇ, બાર પાદર પરગણાનો વર્ષે સ્નેહ મિલન સમારોહ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ચર્ચા કરવામાં આવી હતી.જરૂરીયાત વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરીને આગળ અભ્યાસ માટે મદદરૂપ બનવું, વાદ વિવાદ વગર પરગણાની સમસ્યાઓનો ઉકેલ લાવવા, પરગણાનો વિકાસ થાય એ માટે તમામને એકત્રિત બનવું, યુવા સમિતિ અને વડીલ સમિતિની રચના કરવી, વેલફેર ફંડમાં પરગણામાં દરેક સભ્ય બને, પરગણાની એકતા અખંડિતતા બની રહે તેવા પરિવર્તન નિયમને આધીન રહેવા જેવા અનેક મુદ્દાઓ ઉપર બાર પાદર પરગણાના યુવાનો અને વડીલો એ બેઠકમાં સમીક્ષા કરી હતી.આ પ્રસંગે બાર પાદર પરગણાના વડીલ અગ્રણી પરસોત્તમભાઇ કટારીયા, (શેરપુરા), મોહનલાલ કટારીયા સરપંચ  (શેરપુરા) શિવરામભાઇ કટારીયા (અશોકગઢ), મનુભાઈ કટારીયા (સેધણી), બાબુભાઈ શ્રીમાળી (કબીરપુરા), ચુનીલાલ શ્રીમાળી (મોરીયા), ડાહ્યાભાઇ શ્રીમાળી (સતલાસણા), ભીખાભાઈ શ્રીમાળી guru(પેપોળ) તેમજ યુવાનોમાં મુકુલભાઈ કટારીયા (પાંચડા), પ્રદિપભાઈ કટારીયા (પાંચડા), દિપકભાઈ પંડયા (પેપોળ), ભરતભાઈ શ્રીમાળી (કબીરપુરા), કિરીટભાઇ કટારીયા (સેધણી), સુરેશભાઇ  કટારીયા (શેરપુરા), જગદીશભાઈ કટારીયા (શેરપુરા), અશોકભાઈ ગેડીયા (ઉમરી), જીવણભાઈ (પાંચડા), જગદીશ શ્રીમાળી (પેપોળ) સહિત મોટીસંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહીને પ્રથમ બેઠકને સફળ બનાવી હતી. અને હવે પછીની બીજી બેઠક તા  ૯/૬/૨૦૧૯ ને રવિવારના શેરપુરા (સે) શ્રીમાળી વાસ ખાતે યોજાશે. જેમાં બાર પાદર પરગણાના તમામ ગામોમાંથી યુવાનો અને વડીલોએ બહોળી સંખ્યામાં હાજર રહેવા પણ સમસ્ત ઉપસ્થિત સમાજ બંધુઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Download Our B K News Today App



Related News